________________
પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન
૪૯તેને નબળું પાડવા માટે તેની સ્થિતિ અને રસ અનુક્રમે ટુંકાં અને મંદ કરવાં જોઈએ. તે ટુંકાં અને મંદ ન થઈ શકતાં હતા તે ઉપદેશ, તપસ્યા, દાન, ધર્મ વગેરે કાંઈ પણ કરવાનું રહે જ નહિ.
પરંતુ એ બધાં શુભઅનુષ્ઠાને અને શુભ પરિણામે દ્વારા પૂર્વબદ્ધ અશુભ કર્મોની સ્થિતિમાં ન્યૂનતા, અને રસની. તીવ્રતામાં મંદતા લાવી શકાય. તે ન્યૂનતા શી રીતે લાવી શકાય? શરદી થઈ હોય તે શરદી વિરૂદ્ધનાં કારણે મળેથી શરદી ઉડી જાય, એ પ્રમાણે જે પરિણામે સ્થિતિ અને રસ બાંધેલાં હોય, તેનાથી વિરૂદ્ધ પરિણામ હોય તે તૂટી જાય. જે વખતે સ્થિતિઘાત કરે તે જ સમયે રસને. પણ ઘાત કરે તે સ્થિતિ અને રસને ઘાત એકી વખતે થાય. પરંતુ સ્થિતિમાં જેટલું તેડે તેના કરતાં રસમાં અનંતગણું તેડે. રસઘાતના ઝપાટામાં સ્થિતિઘાત ધીમે ચાલે.
કરેલાં કર્મ અવશ્ય જોગવવાં પડે એમ જે કહેવાય છે, તે પ્રદેશની અપેક્ષાએ. પ્રદેશબંધ તુટી ન શકે, સ્થિતિબંધ તથા રસબંધ તૂટી શકે. સ્થિતિઘાતને સૂચવતું સમુદ્રઘાતનું વર્ણન જૈનશાસ્ત્રમાં આવે છે. આ સમુદ્દઘાત એ સ્થિતિ ઉપર આધાર રાખે છે. મોક્ષે જવાવાળા મનુષ્યનું પણ વધારેમાં વધારે આયુષ્ય કોડપૂર્વનું હોય છે. એટલે આયુષ્ય કરતાં અન્ય કર્મોની સ્થિતિ વધી જાય. ચરમ શરીરવાળાનું આયુષ્ય તેડી શકાય નહિ. તેઓનું આયપૂર્ણ થઈ જાય છતાં વેદનીય વિગેરેની સ્થિતિ બાકી રહી જાય. આયુ વિના બીજાં બાકી રહેલાં કમ ભેગવાય શી રીતે ? અને