________________
પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન
૪૪૯ જેમ કેટલાક જવાબદારી ભવિતવ્યતાને ભળાવી દે છે. તેમ કેટલાક જાણે પતે દોષરહિત હોય તેમ કમને દોષ આપે છે. પણ અહીં વિચારીએ તે સમજાય છે કે કર્મ, જડ કે ચેતન? કર્મ થયું કયાંથી ? કર્મ કોઈનું કર્યું થયું કે આપો આપ ફૂટી નીકળ્યું ? માનવું જ પડશે કે કમને કર્તા પણ જીવ જ છે. કર્તા છે તો પછી ભક્તા તે છે જ. વૃક્ષના છેડવા કે અનાજ આપોઆપ ઉગતાં નથી. ફણગા પિતાની મેળે ફૂટી નીકળતા નથી. ઉગાડનાર ખેડુતના ઉદ્યમથી જ ઉગે છે. જો કે બીજ વિના ખેડુત વાવે શું ? એટલે ખેડુત પણ જોઈ એ, બીજ પણ જોઈએ, એને વૃષ્ટિ આદિ સાધન પણ જોઈએ, તેમ છતાં પણ ખેતરને માલીક તે ખેડુત જ કહેવાશે. જો કે બીજમાંથી અનાજ પેદા થાય છે, પણ પેદા કરનાર તે ખેડુત જ ગણાશે. સામગ્રી બધી છતાં વાવવું કે નહીં વાવવું, થોડી જમીન વાવવી કે બધી વાવવી, અનાજ વાવવું કે બીજું કંઈ વાવવું, કયું અનાજ વાવવું, આ તમામ માટે જવાબદાર-જોખમદાર ખેડુત છે આ ઉપરથી સમજવું જોઈએ કે આત્મવિકાસ સાધ. હોય તે ભવિતવ્યતાના ભરેષે નહિ બેસી રહેતાં આશ્રવ (કમ આવવાના માર્ગ ) રૂ૫ પુરૂષાર્થથી દૂર રહી, સંવર (આવતાં કર્મને રોકવાના માર્ગ) તથા નિર્જરા (પૂર્વબદ્ધ કર્મને કમેકમે ક્ષય કરે) રૂપ પુરૂષાર્થમાં આત્માએ પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. મનુષ્યને દાંતની પ્રાપ્તિએ ભવિતવ્યતા કરનાર છે, પરંતુ ચાવવાનું કાર્ય ભવિતવ્યતા કરાવનારી નથી. તે તે ઉદ્યમથી જ થાય છે. એ રીતે
* કમને કરવાના સાથથી દર હતાં આ