________________
४७४
જૈન દર્શનને કર્મવાદ અર્થાત્ જુનાને વિયેગ થાય છે, અને નવાને સંગ થાય છે. તેથી કરીને ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા અનેક પ્રકારના કર્મને જીવની સાથે સંબંધ થાય છે. તેથી તે કર્મસંગ પ્રવાહથી અનાદિ છે. અર્થાત્ નદીના પાણીના પ્રવાહમાં પહેલાંનું પાણી જેમ જેમ આગળ ચાલતું જાય છે, તેમ તેમ પાછળથી નવું આવતું જાય છે. તે જ્યારે જે ઝરણાઓમાથી પાણી વહે છે, તે સુકાઈ જાય છે, ત્યારે નવું આવતું બંધ થવાથી નદીના પાણીનો પ્રવાહ સુકાઈ જાય છે. તેવી રીતે પૂર્વકમ ભેગવાઈ જવાથી આત્માથી છૂટું પડતું જાય છે, અને નવાં કર્મ આવતાં જાય છે. તે જ્યારે નવાં કર્મને બંધ ટળી જાય છે, ત્યારે નવાં કર્મ આવતાં બંધ થાય અને જુનાં કર્મને ક્ષય થાય છે. એટલે અનાદિથી ચાલે આવતે કર્મને પ્રવાહ ત્રટી જવાથી આત્માની સાથેના કર્મના અનાદિ સંગને સર્વથા વિયેગ થઈ જાય છે.
આ પ્રમાણે જીવ તથા કર્મના અનાદિ સંગને લઈને જ દ્રશ્ય જગત અનાદિ મનાય છે. અને તે પરિવર્તનશીલ હેવાથી પ્રવાહથી અનાદિ છે. અને એટલા માટે જ તેને ક્ષણિક પણ કહેવામાં આવે છે. જીવદ્રવ્ય તથા પુદ્ગલ દ્રવ્ય અનેક હેવાથી જ જગતની વિચિત્રતા જણાય છે. જીવ તથા પુદ્ગલદ્રવ્યની સંખ્યા એકની હેત અર્થાત્ એક એક જ હેત તે પ્રત્યક્ષ જણાતા જગતમાંનું કશુંય ન હોત. અને અનેક સંજ્ઞાથી ઓળખાતા પુદ્ગલ સ્કંધના અભાવે જીવની વિભાવ દશાને પણ અભાવ જ હેત.તેમ જ અનેક દ્રવ્યોના