Book Title: Jain Darshanno Karmwad
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Laherchand Amichand Shah

View full book text
Previous | Next

Page 491
________________ ૪૭ર જૈન દર્શનને કર્મવાદ ઓળખાવી છે. કઈ દશાસૂચક ગુણસ્થાનકમાં કર્મને બંધ –ઉદય-ઉદીરણા અને સત્તાસ્વરૂપ સંબંધ આત્માને કે કે બની રહે છે, અને અને ગુણસ્થાનકમાં આગળ વધતાં મેહનીય કર્મને સર્વ પ્રકારને સંબંધ, આત્મામાંથી સર્વદાના માટે કેવી રીતે વિલીન બને છે, અને ત્યારબાદ અલ્પસમયમાં જ શેષ ત્રણ ઘાતકર્મો આત્મામાંથી સર્વથા નષ્ટ કેવી રીતે થાય છે, અને અને અઘાતીક સ્વયં કેવી રીતે છૂટી જવાથી આત્મા, અજર અમર સ્થાનને કેવી રીતે પ્રાપ્ત કરે છે, આ બધી હકીકત, સ્પષ્ટ અને હૃદયગમ્ય રીતે જેનદર્શનમાં જેવી જાણવા મળે છે, તેવી અન્ય ક્યાંય પણ જાણવા મળી શકતી નથી. જેનું કર્મરૂપે પરિણમન થાય છે, તે કર્મ રજકણે કઈ જાતના પુદગલમાંથી તૈયાર થાય છે, કોણ તયાર કરે છે, શા માટે તૈયાર કરે છે, જેમાંથી તૈયાર થાય છે, તે મૂળ પદાર્થનું અસ્તિત્વ ક્યાં અને કેટલી જગ્યા પ્રમાણ છે, આવા સૂમસ્વરૂપે અસ્તિત્વ ધરાવતાં અન્ય પણ રજકણસમૂહનું અસ્તિત્વ બ્રહ્માંડમાં કેવા કેવા સ્વરૂપે અને કેવા કેવા કાર્યમાં ઉપયોગી બની શકવાની યોગ્યતાવાળું છે, ઈત્યાદિ પદાર્થવિજ્ઞાનની રસપ્રદ હકીકતેથી સભર વર્ણન બહુ જ સુંદર અને બુદ્ધિગમ્ય બની શકે તેવી રીતનું હોવાના કારણે જ જૈનદર્શનના કર્મને સિદ્ધાન્ત, બીજા ' દર્શને કરતાં વિશિષ્ટતા ભગવે છે, અને જીવનમાં માર્ગદશક બને છે.

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500