________________
1. જૈન દર્શનને કર્મવાદ પુદ્ગલના વર્ણગંધ-રસ અને સ્પર્શમાં પણ પલ્ટો થઈ જવાથી તેના સ્વભાવમાં પણ પલ્ટો થાય છે. પુદ્ગલનું વિવિધ રીતે થતું પરિણમન સદાના માટે એકસરખું ટકી રહેતું નથી. અમુક ટાઈમ સુધી અમુક પરિણમનરૂપે રહી ત્યારબાદ અન્ય પરિણમનરૂપે પરિણમે છે. અનાજમાંથી પરિણમેલ સપ્તધાતુમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટ્ય અનાજમાં હેતું નથી. તેવી રીતે કાર્મણ વગણના પુદ્ગલમાંથી પરિણમેલ કર્મમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટ્ય, કામણવર્ગણાના પુદ્ગલમાં, કર્મરૂપે પરિણમેલ અવસ્થા પહેલાં હેતું નથી.
પુદગલમાં અનેકરૂપે પરિણમન થવાને સ્વભાવ હવા છતાં પણ અમુક અંગેની પ્રાપ્તિએ જ તે સંગને અનુરૂપ પૃથફ પૃથક્ રીતે પરિણમન થઈ શકે છે. અને તેથી જ કર્મરૂપે થતું પુદ્ગલ પરિણમન, તે કામણવણાના પુદ્ગલમાંથી થતું હોવા છતાં, તે પગલે આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધિત બની રહ્યા વિના થઈ શકતું નથી.
પ્રત્યેક જાતના પુદ્ગલમાં પિતાની મૂળ દ્રવ્યશક્તિઓ અને યોગ્યતાઓ સમાનરૂપથી સુનિશ્ચિત છે. તેમાં કઈ ફેરફાર થઈ શકતું નથી. જેનું અસ્તિત્વ પુદ્ગલની કોઈપણ જાતિમાં કદાપી સંભવી શકે જ નહિં, તેવી કઈ નવી શક્તિ, કારણાન્તરથી ઉત્પન્ન થઈ શક્તી નથી. એવી રીતે વિદ્યમાન શક્તિ સર્વથા વિનષ્ટ પણ થઈ શકતી નથી. આ સિદ્ધાન્તાનુસાર સંસારી જીની વિવિધ સ્થિતિની સર્જકતામાં,