________________
જૈન દર્શનમાં પ્રરૂપિત કર્મસ્વરૂપની વિશિષ્ટતા
૪૬૫ માત્રની વિવિધ શરીર રચના, વિવિધ ચૈતન્યશક્તિ, પ્રાણીઓમાં વર્તતી રાગ-દ્વેષની અનેકવિધ વિચિત્રતા, ઈન્દ્રિયની ન્યુનાધિકતા, સમાન ઈન્દ્રિયે આદિ સંગ હોવા છતાં બુદ્ધિમાં વિવિધતા, સાંસારિક સુખદુઃખના સંગેની અનુકૂળતા તથા પ્રતિકૂળતા, આત્મબળની હાનીવૃદ્ધિ વગેરે અનેક વિચિત્રતા, કર્મસમૂડને હટાવવા જૈનધર્મના આરાધકેમાં કરાતી બાહ્ય ક્રિયાઓની મહત્તા, આવી અનેક બાબતનો ખુલાસે માત્ર જૈનદર્શન કથિત કમવિજ્ઞાન દ્વારા જ મળી શકે છે? આ સર્વ ખુલાસા, જેનદર્શને આવિષ્કારિત કર્મ વિજ્ઞાનથી જ મળી શકવાનું મુખ્ય કારણ એ છે કે “ક. રજકણે” એ એક પૌદ્ગલિક (એક પ્રકારને જડ પદાર્થ) જ અવસ્થા છે, એવી સમજ માત્ર જૈનદર્શન જ પ્રાપ્ત કરાવી શકયું છે ! કર્મને જે એક વસ્તુ કે પદાર્થ જાણે, તે જ કર્મ સ્વરૂપ બરાબર સમજી શકે.
જૈનદર્શન કહે છે કે “કર્મ” એ પગલદ્રવ્ય (પદાર્થ)ના પરિણામની જ એક અવસ્થા છે. વસ્તુની અવસ્થામાં પલ્ટો થવે તે તેનું પરિણમન કહેવાય છે. પરિણમન થવામાં કંઈ કોઈ મૌલિક તત્વની નવી ઉત્પત્તિ નથી. મૌલિક વસ્તુ તે તેમાં કાયમ છે. પરંતુ પલ્ટો તે તેમાં અવસ્થાને છે. જેમ પ્રાણિયેના શરીરમાં રહેલી સાત ધાતુઓ (રસ-રૂધિર-માંસ-મેદ–અસ્થિમજજા–અને વીર્ય) તે પ્રાણિએ ગ્રહણ કરેલ ખેરાકનું પરિણમન છે, તેમ કર્મ પણ પુગલનું એક જાતનું પરિણમન છે. પરિણમન પામેલા
જે-૩૦.