________________
૪૬૧
જૈન દર્શનમાં પ્રરૂપિત કર્મસ્વરૂપની વિશિષ્ટતા ણામ પામે છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં સ્થિત છે. પરિણમનમાં એક બીજાના ઉપાદાન કારણ થતા નથી. ફક્ત નિમિત્ત કારણ બને છે. કર્મના સંબંધથી જીવમાં રાગદ્વેષ આદિ પરિણામ થાય છે, પરિણતિ તે સ્વદ્રવ્યમાં જ થાય છે. પરદ્રવ્ય તે ફક્ત નિમિત્ત કારણ થાય છે. ટુંકામાં કર્મ એ પૌગલિક છે, મૂત્ત છે, અને આત્મા સાથે સંબંધમાં આવવાથી આત્મામાં રાગદ્વેષ આદિ અધ્યવસાયે ઉત્તપન્ન કરવામાં નિમિત્ત કારણ બને છે.
ભૌતિક જગતમાં નિયમ છે કે-પદગલિક શક્તિ કાયમ રહે છે. કેઈવાર પણ નષ્ટ થતી નથી. તેનું ફક્ત રૂપાંતર થાય છે. આ નિયમને Conservation of energy કહેવામાં આવે છે. તે પ્રમાણે નૈતિક–આધ્યાત્મિક જગતમાં પણ નિયમ છે. આ નિયમ જ શાસ્ત્રીય ભાષામાં કર્મને સિદ્ધાત છે. સારાં કે નરસાં જે કામ કર્યા હોય તે નિષ્ફળ જતાં નથી. પણ તેનાં ફળ, કર્તાને ભેગવવાનાં રહે જ છે. તે નિયમ વ્યક્તિગત છે, એટલું જ નહિ, પણ સમષ્ટિગત –વિશ્વવ્યાપી છે. અને તે નિયમ ઉપર જ જગતને વ્યવહાર નિર્ભર રહે છે. ઈશ્વર જેવી એક અંગત વ્યક્તિને વિશ્વના કર્તા, હત્ત, કે સંહર્તા નહિ માનતાં, બૌદ્ધ, જૈન, સાંખ્ય આદિ દર્શનેમાં કર્મને વિશ્વવ્યાપી નિયમ જ, જગતની વ્યવસ્થા શક્તિનું સ્થાન લેંગવે છે, અને ધર્મમાં સ્થિર રહેવાનું એક પ્રેરણાદાયી તવ બને છે.
કર્મને સિદ્ધાન્ત નહિ માનવાથી તે જગતમાં નીતિ અને ધર્મના નિયમે રહેતા નથી. અને જગતની નૈતિક