________________
પ્રકરણ ૧૨ મું
જૈનદર્શનમાં પ્રરૂપિત કર્મસ્વરૂપની વિશિષ્ટતા
સંસ્કાર, વાસના, અવિજ્ઞપ્તિ, માયા, અપૂર્વ, કર્મ, એવાં વિવિધ નામે પૈકી કેઈપણ નામે કર્મનું માનવાપણું તે દરેક આસ્તિક દર્શનમાં છે. પુણ્ય-પાપ, શુભ-અશુભ, એ રીતે કર્મના ભેદે તે બધા દર્શનેમાં માન્યા છે. તેમ છતાં જૈનદર્શને, કર્મના સિદ્ધાંતની વિસ્તારપૂર્ણ અને બુદ્ધિગ્રાહ્ય તથા ન્યાયપુર સર જે રીતે સમાચના કરી છે, તેવી ઊંડી સમાલોચના, બીજા દર્શનેમાં જવલ્લે જ જોવા મળે છે.
જૈનદર્શનમાં છ દ્રવ્ય બતાવવામાં આવ્યાં છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેમાં જીવ અને પુદ્ગલ ક્રિયાશીલ અને બાકીના ચારને નિષ્ક્રિય બતાવવામાં આવ્યાં છે. વળી છએ દ્રવ્યેને ભાવશીલ બતાવવામાં આવે છે. એટલે જીવ અને પુદ્ગલમાં ભાવવતી શક્તિ ઉપરાંત, કિયાવતી શક્તિ છે. આ શક્તિના કારણથી આત્મામાં કંપનરૂ૫ કિયા થાય છે. જે ક્રિયાના નિમિત્તથી પુદ્ગલના વિશિઆ પરમાણુઓમાં પરિણમન થાય છે. તેને કર્મ કહેવામાં આવે છે.