________________
૪૫૫
પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન તદનુરૂપ અનુષ્ઠાનેમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. અને ઔદવિકભાવના એટલી જોરદાર ન હોય તે પણ, તદનુરૂપ અનુષ્ઠાનમાં ઝટ પ્રવૃત્તિ થાય છે. એનું કારણ એ છે કે ઔદયિકભાવને વેગ આપે તેને અનુસાર પ્રવૃત્તિ કરાવે, એવાં કર્મ પણ, આત્માને વળગેલાં હોય છે. ત્યાં કર્મો, જેમ સહાયક બને છે, તેમ મેક્ષની સાધનામાં ક અંતરાય કરનારાં પણ બને છે. મેક્ષની સાધના, ક્ષપશમની સાથે જ્યારે આત્માના પુરૂષાર્થને વેગ થાય છે, ત્યારે થઈ શકે છે. આત્માને પુરૂષાર્થ કરવામાં ઉત્સાહીત બનતાં અટકાવે, અને આત્માના પુરૂષાર્થને તેડી પાડવાને માટે મથે, એવય કર્મોદય હોઈ શકે છે. એમ છતાં કર્મના જોરદાર ઉદયની સામે પણ, આગળ ધપે જવાને પ્રયત્ન જારી રાખનારાઓ જરૂર ફાવી જાય છે.
કર્મના ઉદયને જાણીને વિચાર કરે કે, આ જેમ જેર કરે તેમ મારે આને તેડવા પ્રયત્ન કર. એમ કરતાં પડીયે જવાય, પાછળ પડાય, પણ એને પ્રયત્ન જારી રાખવે.
કર્મને ઉદય ગમે તેટલું જોરદાર હોય, તેમ છતાં પણ જે આત્મા ધીરજથી પિતાના પુરૂષાર્થને ચાલુ રાખે છે, તે આત્મા જરૂર સફલતાને પ્રાપ્ત કરી શકે છે. મહેનત કરવા છતાં તત્કાલ સફળતા ન મળે એ પણ સંભવીત છે. પરંતુ પ્રયન જો બરાબર જારી રાખ્યું હોય તે, ધ્યેય સિદ્ધ થયા વિના રહેજ નહીં.