Book Title: Jain Darshanno Karmwad
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Laherchand Amichand Shah

View full book text
Previous | Next

Page 427
________________ -૪૦૮ જૈન દર્શનને કર્મવાદ કલેશે વાસિત મનસંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, તે અમે નવનિધિ ઋદ્ધિ પાયા. સાહેબા વાસુપૂજ્ય જિર્ણદા. માટે સંસાર વૃદ્ધિને રોકવા માટે આત્મામાંથી રાગ અને દ્વેષ હટાવવાને પ્રયત્ન કરે, એ જ મનુષ્ય જીવનનું કર્તવ્ય અને પરમ ધર્મ છે. સંસારી અવસ્થામાંથી મુકત બનવાને માટે કર્મને આવવાના ઉપરોક્ત હેતુઓને રેકવાને જે પ્રયત્ન, જે વર્તન દ્વારા કરાય, તેવા જીવના વર્તનને “સંવર” કહેવાય છે. કર્મ બંધના હેતુરૂપ આશ્રવને નિષેધ કરવાની ઈચ્છાવાળાએ સમ્યગ્દર્શનથી મિથ્યાત્વને, વિરતિથી અવિરતિને, ક્ષમા-નમ્રતા-સરલતા અને સંતોષથી અનુક્રમે ક્રોધ-માન-માયા અને લેભને, જીવનમાંથી ખસેડવાના પ્રયત્નશીલ બનવું જોઈએ. તથા સંયમસંસ્કારથી મન-વચન-કાયાના વ્યાપારરૂપ ગેને શુભ અને નિર્મળ બનાવવાની કોશિષ ચાલુ રાખવાથી, ધીમે ધીમે તેમને પણ નિરોધ થઈ જાય છે. આ રીતે આશ્રવ અર્થાત્ કર્મબંધવ્યાપારને અટકાવનાર આત્માના શુદ્ધભાવ-પરિણામને સંવર કહેવાય છે. અહિં આશ્રવ તે અધર્મ, અને સંવર તથા નિર્જરા તે ધર્મ કહેવાય છે. શાસ્ત્રમાં અહિંસા, સંયમ અને તપને જ ધર્મ કહ્યો છે. તેમાં અહિંસા અને સંયમ તે સંવરરૂપ અને તપ તે નિર્જરારૂપ છે. એકલી અહિંસા એટલે હિંસાનાં પચ્ચકખાણ

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500