________________
-૪૧૪
જૈન દર્શનને કર્મવાદ | (૯) પૂર્વબદ્ધ કર્મોને આત્મામાંથી છૂટકારો કરવા માટે શાસ્ત્રોમાં કહેલ બાર પ્રકારના તપનું સ્વરૂપ વિચારવું તે “નિર્જરા ભાવન” છે.
(૧૦) ચૌદરાજ પ્રમાણુ કાકાશમાં રહેલ છએ દ્રશ્યના પ્રતિસમય વર્તતા ઉત્પત્તિ, નાશ અને ધ્રૌવ્યરૂપ ધર્મનું ચિંતવવું, અથવા છએ દ્રવ્યના પરસ્પર સંબંધથી અનેક જાતની વિચિત્ર ઉથલપાથલેથી ભરપૂર એવા આ જગતનું અદ્દભૂત અને અકલિત સ્વરૂપ વિચારવું તે લેકસ્વભાવ ભાવના છે.
(૧૧) સમ્યકત્વ પ્રાપ્તિની દુર્લભતાને ખ્યાલ કરે તે “બોધિદુર્લભ ભાવના” છે.
(૧૨) સમ્યકત્વની દ્રઢતા માટે અરિહંત પરમાત્મા આદિની પ્રાપ્તિની પણ દુર્લભતા વિચારવી તે “ધર્મસાધક અહંતાદિ દુર્લભ” ભાવના છે.
તાત્વિક અને ઉંડા ચિન્તનરૂપ આ બારે ભાવનાઓ દ્વારા, રાગદ્વેષાદિ વૃત્તિઓ થતી અટકી જાય છે. માટે જ આવા ચિન્તનને “સંવર (કર્મબંધ નિરધ)” ને ઉપાય તરીકે જણાવેલ છે.
અનાદિકાળની પરદ્રવ્યમાં રમણતા રૂપ વિષમ સ્થિતિ માંથી સ્વસ્વરૂપ રમણુતારૂપ સમસ્થિતિમાં આત્માને લાવનાર સાધનને “ચારિત્ર” કહેવાય છે.