________________
૪૨૦
જૈન દર્શનને કર્મવાદ અને આત્માને સંબંધ નિત્ય નથી પણ અનિત્ય છે. સ્વાભાવિક નથી પણ વિભાવિક છે.
એટલે મુદત પુરી થતાં પિતાની મેળે પિતાનું ફળ બતાવી ખરી પડવું, એતે કર્મને સ્વભાવ છે. પરંતુ એ રીતે તે ભેગવટા દ્વારા થતી નિર્જરામાં અશાન્તિ, દુર્બાન અને કાષાયિક આવેશ કરી, એનાથી ફરી કર્મબાંધી, તે કર્મની પરંપરા અનાદિકાળથી જીવે ચાલુ રાખી છે. માટે તેવી નિજ રા તે જીવને સંસાર પરંપરાનું કારણ બની છે.
જે આત્મા પરમાત્મા બન્યા છે, તેઓ ઉપર મુજબની નિજેરાથી નહિ, પરંતુ ઉચ્ચ આશયથી કરાતા પિતાના તપ સાધનાના બળથી, નવાં કર્માશ્રીને રેધકરી, પૂર્વબદ્ધ કમેને આત્મામાંથી ધીમે ધીમે ખેરવવા રૂપ નિર્જરાથી. માટે તપવડે કરાતી કર્મનિર્જરાજ આત્માને છેવટે કર્મ રહિત બનાવી પરમાત્મપદ આપી શકે છે.
હવે કેવી રીતે કરાતે તપ કર્મ ક્ષયનું કારણ બને છે, તે બતાવતાં મહાપુરૂષોએ કહ્યું છે કે –
निरणुट्ठाणमयमोहरहियं, सुद्धतत्तसजुत्तं ।। अज्झत्थभावणाए, तं तवं कम्मखयहेउ ॥
ગતાનુગતિથી સૂત્રની અપેક્ષા સિવાય ઓઘથી કે લોકસંજ્ઞાને અનુસરી જે કરવામાં આવે તેથી ભિન, મદ અને મેહરહિત, શુદ્ધ તવ સહિત, અધ્યાત્મ ભાવનાવડે જે તપ કરાય, તે કર્મક્ષયનું કારણ છે. માટે પ્રથમ