________________
૪૧૬
જૈન દર્શનને કર્મવાદ અનુક્રમે વિશેષ વિશેષરૂપે સાધન રૂપ છે. એથું ચારિત્ર તે રાગદ્વેષથી અલ્પ સમયમાં જ મુક્ત થવાવાળી આત્મ દશા છે. અને પાંચમું ચારિત્ર તે રાગદ્વેષના સંપૂર્ણ વિજયવાળી આત્મદશા છે.
આ પચે ચારિત્ર, છે તે સામાયિક સ્વરૂપે જ, પરંતુ અવસ્થાભેદે તે જુદી જુદી સંજ્ઞાથી ઓળખાય છે. અહિં પાંચ મહાવ્રત ગ્રહણરૂપ સર્વવિરતિ તે “સામાયિક ચારિત્ર” છે. પહેલા તથા છેલ્લા તીર્થકરના શાસનમાં લઘુ દીક્ષા (સર્વવિરતિપણું) આપી, છજજવનિકાય અધ્યયન ભણ્યા બાદ વડી દીક્ષા અપાય છે, તેને, તથા મધ્યના બાવીશ તીર્થકરના શાસનમાં કઈ મહાવ્રતને ઘાત કરવા ટાઈમે જ સાધુને પૂર્વપર્યાયને છેદ કરી, નવા પર્યાયનું ઉપસ્થાપન કરાવે, એટલે કે ફરી મહાવ્રત ઉશ્ચરાવે, તેને છેદેપસ્થા પનીય સામાયિક ચારિત્ર કહેવાય છે.
ગુરૂની આજ્ઞા પૂર્વક નવ સાધુઓ અમુક ટાઈમ સુધી ગચ્છ બહાર નીકળી પરિવાર કલ્પ” અંગે શાસ્ત્રમાં કહેલ વિધિ અનુસાર તપશ્ચર્યા કરી ચારિત્રની જે વિશુદ્ધિ કરે છે, તેને “પરિહાર વિશુદ્ધિ સામયિક ચારિત્ર” કહેવાય છે.
સૂક્ષમ જ કષાયના ઉદયવાળી અવસ્થા તે “સૂમસંપાય સામાયિક ચારિત્ર” કહેવાય છે.
મેહનીય કર્મને સર્વથા ઉપશમ થવાથી કે સર્વથા આત્મામાંથી ક્ષય થવાથી વર્તતી જે આત્મદશા, તેને યથાખ્યાત સામાયિક ચારિત્ર કહેવાય છે.