________________
૪૦૬
જૈન દર્શનને કર્મવાદ જ્ઞાનાવરણીયના અનુભાગને બંધ મુખ્યપણે થાય છે. અને તે સમયે બંધાતી બીજી કર્મપ્રકૃતિને અનુભાગ બંધ ગૌણપણે એટલે સામાન્યપણે બિસ્કુલ મામુલી અશે થાય છે. પણ તે સમયે બંધાતાં અન્યકર્મોમાં અનુભાગ બંધ બિલકુલ થતું જ નથી, એમ નહિ સમજવું. કેમકે પ્રતિસમય બંધાતી સર્વકર્મપ્રકૃતિઓમાં પ્રકૃત્યાદિ ચાર પ્રકારને બંધ થાય છે.