________________
ઉપર
જૈન દર્શનને કર્મવાદ કાપત અનંતગણું શુદ્ધ, કાપતથી તેજે અનંતગુણી વિશુદ્ધ, તેથી પ અનંતગુણી વિશુદ્ધ, અને પવથી શુક્લ લેશ્યા અનંતગુણ વિશુદ્ધ હોય છે. કૃષ્ણાદિ છએ લેસ્થામાં અનુક્રમે હિંસાના, પુદગલાસક્તિના, વકતાના, પાપભીરતા તથા ધર્મચિના, જીતેન્દ્રિયપણાને અને સમાનતાના જે ભાવે દર્શાવ્યા, તે દરેક ભાવને પ્રજ્ઞા પ્રમાણે વિસ્તારથી સમજતાં પ્રત્યેક સેશ્યાના પણ અનેક ભાવે ખ્યાલમાં આવી શકે છે. અને એ રીતે છ એ વેશ્યાના અનેક ભાવના હિસાબે અનુભાગબંધાધ્યવસાય અનેક પ્રકારને થાય છે. જે લેગ્યામાં મરે તે લેસ્થાસ્થાનમાં ઉપજવું પડે છે. માટે શુભ લેસ્થામાં જ રહેવાને પ્રયત્ન કરવો જોઈએ.
કર્મના વિપાકેદય સમયે તીવ્રતાપૂર્વક થતા ભગવટાથી આત્મા અત્યંત ખેદ અનુભવવા પૂર્વક આર્ત-રૌદ્રધ્યાનમાં મગ્ન બની, અશુભ લેશ્યાવંત બની, પુનઃ તીવ્રરસવાળાં અશુભ કર્મો ઉપાર્જન કરે છે. પરંતુ સમ્યગ્દષ્ટિ આત્મા અશુભ લેશ્યાથી દુર રહેવા કેશિષ કરે છે, અને શુભલેશ્યામાં સ્થિર બની રહેવા માટે મનને ધર્મ અને શુકલ ધ્યાનમાં જોડી રાખી, આર્ત તથા રૌદ્ર સ્થાનને ત્યાગ કરે છે. શાસ્ત્રોદ્વારા તે ધ્યાનેનું સ્વરૂપ જાણે-સમજે અને ખ્યાલમાં રાખે છે. અનિત્યાદિ બાર તથા મૈચાદિ ચાર ભાવના સદા ભાવે છે. વચન બોલવા સમયે ભાષાસમિતિને ઉપગ રાખે છે. વ્રત–પચ્ચકખાણ દ્વારા કાયાની અશુભ પ્રવૃત્તિને વેધ કરે છે.