________________
કર્મબન્ધના હેતુઓ
૩૭૯ કર્મને આશ્રવ અવશ્ય થાય છે. અને તે કારણથી જ સ્વયંભૂરમણ સમુદ્રના મસ્મભક્ષણને, તે સમુદ્રના જળપાનને, પૂર્વ છેડેલા શરીરના પુદ્ગલથી અને શસ્ત્રોથી થતી હિંસાને, અને પૂર્વભવમાં સંગ્રહિત પરિગ્રહના મમત્વ ભાવનો, કર્મ આશ્રવ આ ભવમાં પણ જીવને થાય છે.
વર્તમાન ભવમાં બીન ઉપગી પદાર્થોનું પ્રત્યાખ્યાન નહિં કરનારને, અને અનાદિકાળથી આ સંસારચક્રમાં અનંતીવાર કરેલ પૂર્વભવના મરણ સમયે રાગપૂર્વક છોડીને આવેલ સ્વશરીરે, શસ્ત્રો અને પરિગ્રહના મમત્વભાવને હજુ પણ નહિ સિરાવનાર છેને, અવિરતિથી થતો કર્માશ્રવ ચાલુ જ રહેવાને. આવી અવિરતિને અવિરતિ તરીકે નહિ માનનાર છે મિથ્યાત્વી કહેવાય છે.
અહિં કોઈ શંકા કરે કે, પદાર્થ તે કર્માશ્રવને હેતું નથી, પરંતુ પદાર્થપ્રત્યેને રાગ કે દ્વેષ જ કર્મા શ્રવને હેતુ છે. તે વર્તમાન ભવમાં જે પદાર્થનો ઉપયોગ અંગે વિચાર-વાણી કે વર્તનને સંભવ પણ ન હોય, જે ચીજને જાણી પિછાણી પણ ન હોય, તેવા વિષય અંગેના રાગદ્વેષવિના કર્મબંધન શી રીતે લાગે ?
અહિં જે વસ્તુ અંગે ક્યારેક પણ સંબંધ થ અશક્ય છે, એમ નિશ્ચય હોવા છતાં પણ, તે વસ્તુ અંગેનું પ્રત્યાખ્યાન (શપથ) લેવા જવા તૈયાર થતું નથી, એજ તેનું અવિરતિ પણું છે.