________________
જૈન દર્શનના કવાદ
તારતમ્યતા હાય છે. છએ લેશ્યાએ એક એકથી વિશુદ્ધ
હાય છે.
૩૫૦
કષાયેાય સમયે વતા પરિણામેા કેટલીક વખત એક જ લેશ્યામાં નહી રહેતાં ચડતા તથા ઉતરતા ક્રમે અન્ય લેશ્યામાં કેવી રીતે ચાલ્યા જાય છે, તે હકીકત પ્રસન્નચંદ્ર રાજર્ષિના દ્રષ્ટાંતથી સરલ રીતે સમજી શકાય છે. અને આ ઉપરથી કેવી જાતના પરિણામેા કયી લેસ્યામાં ગણી શકાય, તે પણ સમજવું સુલભ પડે છે.
કાઉસ્સગ્ગ ધ્યાનસ્થ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું સમતામાં સ્થિર ધ્યાન તે શુકલ લેશ્યા,
દુમુ ખની વાત સાંભળી માત્ર ક્ષેાભજ થયા, પરંતુ જિતેન્દ્રિયપણુ' સ્થિર રહ્યું તે પદ્મલેશ્યા.
•
ભાવથી ધર્મીમાં સ્થિર રહેવા છતાં પણ મનમાં ભાવ એ ઉત્પન્ન થયા કે મારા પુત્રનુ શુ થશે? એટલે પુત્ર પુરના મમત્વભાવ જાગ્યા તે તેજોલેશ્યા.
।
રાજય પર ચઢી આવેલ દુશ્મન પર વક્રતા ઘણા ઉત્પન્ન થઈ તે કાપાતલેશ્યા.
પેાતાના રાજ્યને અને પુત્રને બચાવવાની ભાવનારૂપ સંસારઆસક્તિ આવી તે નીલ લેસ્યા.
શત્રુઓનેા નાશ કરવા રૂપ હિંસાના ભાવજાગ્યા તે કૃષ્ણલેશ્યા. હવે પરિણામનીધારા વિશુદ્ધતામાં પલટાતાં ક્રમે ક્રમે તેએ શુભલેશ્યામાં કેવી રીતે ગયા તે વિચારીએ.