________________
- ૩૬૪
જૈન દર્શનને કર્મવાદ તે પ્રકૃતિએના બંધમાં હેતુ થતા નથી. “સવિ જીવ કરૂં શાસનરસી,” એવા પ્રકારની ભાવદયાયુક્ત કપાય વિશે જ તીર્થકર નામકર્મના બંધમાં કારણ છે. વળી આહારકદ્વિકના બંધમાં પણ સંયમ સહિત અમુક વિશિષ્ટ કષા જ હેતુ ભૂત થાય છે. અહિં સમ્યકત્વ તે તીર્થકર નામકર્મના અને સંયમ તે આહારકટ્રિકના બંધમાં સહકારી કારણભૂત વિશેષ-હેતુરૂપે કહ્યા છે. સાથે રહી જે કારણરૂપે થાય, તે સહકારિ કારણ કહેવાય.
આ પ્રમાણે એકસો ને વીસ ઉત્તર પ્રવૃતિઓના મૂળ બંધહેતુ શાસ્ત્રોમાં બતાવ્યા છે. તેમાં મિથ્યાત્વરહિત કેવળ કષાય અથવા પેગ પ્રત્યયિક જે પ્રકૃતિ વિગેરે બંધ થાય છે, તેમાં અને મિથ્યાત્વસહિત કષાય અને વેગથી થતા પ્રકૃતિ પ્રમુખ બંધમાં ઘણું તરતમતા હોય છે. મિથ્યાત્વસહિત કષાયપત્યયિક સ્થિતિબંધ ઉત્કૃષ્ઠથી ૭૦ કડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. જ્યારે મિથ્યાત્વરહિત કપાય પ્રત્યયિક સ્થિતિબંધ, ઉત્કૃષ્ટથી પણ અંતઃ કડાકડી સાગરોપમથી વિશેષ હોઈ શક્તો નથી. વળી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધમાં તેમ જ અશુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સબંધમાં તીવ્ર સંક્લેશ જ મુખ્યત્વે કારણ કહ્યો છે. અને એ ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસબંધક તીવ્રઅંકલેશી મિથ્યાદષ્ટિ જ સંભવી - શકે છે. મિથ્યાત્વ :
મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા યોગ એ ચારે.