________________
કર્મબન્ધના હેતુઓ
૩૫૯ અવસ્થાઓ પૈકી, છેલી ત્રણ અવસ્થાને સંભવ, બંધ અવસ્થાને પામી રહેલ કર્મપુદગલમાં જ હોઈ શકે છે. આત્માની સાથે બંધ અવસ્થા પામ્યા વિનાનાં તે પુદ્. ગલની, ઉદય, ઉદીરણા અને સત્તારૂપ અવસ્થા હોઈ શક્તી જ નથી. ઉદય, ઉદીરણા અને સત્તાનું મૂળ તે “બંધ” જ છે. મુળ હોય તેમાંથી થડ, પત્ર, શાખા, ફળ વગેરે હોઈ શકે છે. જ્યાં મુળ જ નથી ત્યાં વૃક્ષના ઉપરોક્ત અંગેની ઉત્પત્તિ જ હોતી નથી. એવી રીતે કર્મવૃક્ષમાં ઉદય, ઉદીરણા અને સત્તારૂપ અંગોની ઉત્પત્તિ, કર્મબંધરૂપ મૂળના આધારે જ ઘટી શકે છે. જેથી કર્મના ઉદય–ઉદીરણ અને સત્તાને નહિ ઈચ્છતા જીવે, કર્મબંધ રૂપ મૂળની ઉત્પત્તિના બીજને સમજી, તે બીજથી દૂર રહેવું જોઈએ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એ ચાર કર્મબંધના બીજરૂપ કારણે છે. કામણવર્ગણાના પુત્રને આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધ થવાના સમયે, પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશબંધરૂપ ચાર પ્રકારના પરિણામે, તે પુદ્ગલમાં ઉત્પન્ન થાય છે. આ બંધચતુષ્કની સમજ આગલા પ્રકરણોમાં વિચારાઈ ગઈ છે. આ બંધચતુષ્ક પૈકી, પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી થાય છે. અને સ્થિતિ તથા રસબંધ, તે સમયે પ્રવર્તાતા જીવના કાષાયિક અધ્યવસાયથી થાય છે.
જ્યાં સુધી ગપ્રવૃત્તિ છે, ત્યાં સુધી તે કાર્યવણાનાં પુદ્ગલેને તે જીવ અવશ્ય ગ્રહણ કરે છે. પરંતુ જે જીવ માંથી કષાય કર્મપ્રકૃતિઓ બિસ્કુલ નાશ પામે છે, તેવા જીએ ગબળથી ગ્રહણ કરેલાં દલિડેમાં સ્થિતિ અને