________________
૨૩૮
જૈન દર્શનને કર્મવાદ
છે. ત્યારપછીના અનુભાગસ્થાનમાં અનુક્રમે રસશેની પ્રચુરતા હોવાના અંગે પૂર્વના અનુભાગબંધસ્થાનથી પછીના અનુભાગબંધસ્થાનમાં સામર્થ્યની વિશેષતા હોય છે. અનંત અનુભાગબંધ સ્થાને અનુલક્ષીને અનંત પ્રકારે થતા કર્મના રસને બાલજી સુલભતાથી સમજી શકે, એટલા માટે જ્ઞાની પુરૂષોએ તે તમામ પ્રકારના કર્મરસનુ વગીકરણ ચાર વિભાગમાં કર્યું છે. તે ચાર વિભાગ આ પ્રમાણે છે.
૧ મંદ (Dilute) ૨ તીવ્ર (Concentrated) ૩ તીવ્રતર (More concentrated) ૪ તીવ્રતમ (Most concetrated). - આ ચાર વિભાગમાં વર્ગીકરણ કરેલ રસને જ્ઞાનિઓએ અનુક્રમે એક સ્થાનિકરસ, ક્રિસ્થાનિકરસ, ત્રિસ્થાનિકરસ અને ચતુઃસ્થાનિકરસ, એ રીતની સંજ્ઞાઓ આપીને સમજાવ્યા છે.
અતિમંદથી આરંભી અમુક હદ સુધીના અનંત ભેદો એક સ્થાનિક રસમાં, ત્યાર પછીના ક્રમશઃ ચડતા ચડતા અનંત ભેદો દ્રિસ્થાનિકરસમાં, ત્યાર પછીના અનંત ભેદો વિસ્થાનિકમાં અને ત્યારપછીના અનંતભેદો ચતુઃસ્થાનિકાસમાં સમાય છે. પ્રત્યેક સ્થાનકમાં આવતા રસભેદોમાં પણ સામર્થ્ય ના હિસાબે જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટપણું વિચારી શકાય છે. કારણકે તેમાં મંદ(dilute) અતિમંદ(More dilutte) આદિ અનેક ભેદે રસ હોય છે.
શુભકર્મના રસને અને અશુભકર્મના રસને અનુક્રમે