________________
- ૩૩૩
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
ઉપર કહ્યા મુજબ અભવ્યથી અનંતગુણ અથવા સર્વ સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ સંખ્યાયુક્ત વર્ગને. સમુદાય તે સ્પદ્ધક કહેવાય છે. હવે તે પહેલા સ્પદ્ધકની છેલી વર્ગણામાંના પ્રત્યેક કર્મપ્રદેશના રસાવિભાગની સંખ્યા કરતાં સર્વજીવથી અનંતગુણ જેટલા અનંતાનંત, રસાવિભાગ અધિક સંખ્યા પ્રમાણ રસાવિભાગવાળા કર્મ પ્રદેશોને સમૂહવાળી બીજા સ્પદ્ધકની પહેલી વર્ગણ હોય છે. તેના કરતાં એક રસાવિભાગ અધિક પ્રદેશવાળી બીજી વર્ગનું હોય છે. એ રીતે બીજા સ્પદ્ધકમાં પણ એક એક રસાવિભાગની વૃદ્ધિએ પ્રથમ સ્પદ્ધક પ્રમાણ વણાએ સમજવી. અને એ રીતે અભવ્યથી અનંતગુણ અથવા સર્વ સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણુ સ્પદ્ધ કે કહેવાં. તે પ્રત્યેક સ્પર્ધ્વકની પહેલી વર્ગણામાંના પ્રત્યેક કર્મપ્રદેશમાં પૂર્વ સ્પર્ધકની છેલ્લી વગણમાં રહેલા પ્રત્યેકપ્રદેશના રસાવિભાગે કરતાં અનંત ગુણ રસાવિભાગે સમજવા. આ પ્રમાણે ઓછામાં ઓછા રસાવિભાગવાળા કર્મપ્રદેશોની વગણાથી પ્રારંભી,અભવ્યથી અનંતગુણ અથવા સર્વસિદ્ધિના અનંતમાભાગ પ્રમાણ સ્પદ્ધક સુધીમાં હીનાધિકપણે રહેલ રસાવિભાગોને જે સમુદાય તે પહેલું અનુભાગ (રસ) બંધસ્થાન અથવા જઘન્ય અનુભાગ (રસ) બંધસ્થાન કહેવાય છે.
આ જઘન્ય અનુભાગ બંધસ્થાનમાં ઉપર કહ્યા મુજબ રસાવિભાગના સમુદાયથી એક પણ રસાંશ ન્યૂન રસસમુદાય કઈ પણ કર્મને હેય જ નહિં. ત્યારપછી કમેકમે એક