________________
પ્રકરણ ૮ મું સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ. સ્થિતિબંધ -
મિથ્યાત્વારિ હેતુએથી જીવની ત્રણ ગરૂ૫ કિયા-વડે આત્માને વળગેલી કામણ વર્ગણા, તે કર્મ તરીકે
ઓળખાય છે. આ કાર્મણ વર્ગ, આત્માની સાથે ચેંડ્યા • બાદ અમુક ટાઈમ પછી તેનામાં જીવ ઉપર જુદી જુદી અસર ઉત્પન્ન કરવારૂપ શક્તિ પ્રગટ થાય છે. અમુક પ્રકારની અસર જીવ ઉપર ઉપજાવવાના સ્વભાવનું પરિણમન તે, તે કર્મવર્ગણામાં આત્માની સાથે બંધાતા વખતની સમયે જ થઈ ગયેલ હોવા છતાં, તે અનુસાર તે અસર કરવાપણું તે અમુક ટાઈમ પછી જ તેનામાં પ્રગટ થાય છે. જીવ " ઉપર જુદી જુદી અસર ઉત્પન્ન કરવા ઠરેલી શક્તિઓને અનુ
સરીને જ તે કર્મોનાં નામે પાડવામાં આવેલાં છે. કર્મશાસ્ત્રના - બંધારણની રચનામાં આઠે કર્મના ૧૫૮ ભેદ, તે પ્રકૃતિ (જીવ ઉપર અમુક પ્રકારની અસર કરવા રૂપ સ્વભાવ) ને આશ્રયીને જ પાડવામાં આવ્યા છે.
દરેક સંસારી આત્માઓ અનાદિકાલથી જ્ઞાનાવરણન્યાદિ આઠે પ્રકારના કર્મથી બંધાયેલા છે. આ કર્મબંધનું