________________
૩૨૬
જૈન દર્શનને કર્મવાદ ગ્રથી દેશ સુધી પહોંચી શકે છે, છતાં તેઓ આગળ વધી અપૂર્વકરણ દ્વારા ગ્રંથભેદ કરી શકતા નથી.
અહીં ખાસ સમજવું જરૂરી છે કે, ઉપર મુજબ કર્મસ્થિતિની લઘુતા થવી એ ખુબ જ મહત્વની વસ્તુ છે. કારણ કે જેમ ગ્રન્થીને ભેદવાને પુરૂષાર્થ, તે ઉપર મુજબ કર્મસ્થિતિની લઘુતાને પામ્યા વિના કરી શકાતું નથી, તેમ
શ્રી જિનેશ્વર મહારાજે મોક્ષ માટે જણાવેલી ક્રિયામાં એક નમસ્કાર (નવકારમંત્રને) પહેલો અક્ષર નકાર કે કરેમિ તેને પહેલે અક્ષર કકાર તે પણ તે ઉપર મુજબ કર્મસ્થિતિની લઘુતા પામનાર ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે. આજે નમસ્કારના નકાર અને કરેમિ ભંતેના કકારની વાત, તે યથાર્થ તત્વાર્થ શ્રદ્ધાન રૂ૫ સમ્યકત્વ ન પામેલે હેય તેવાઓને ય માટે પણ સમજવી.
સમ્યકત્વ રહિત છે તે શું, પણ અભવ્ય જીવે કે જે કઈ કાળે મોક્ષ માનતા જ નથી, અને માનવાના પણ નથી, અને જેને મોક્ષની ઈચ્છા થઈ નથી, અને થવાની પણ નથી, તેઓને પણ નવકાર મહામત્રં, અથવા શ્રી નવકાર મહામત્રનું “નમે અરિહંતાણું એવું પહેલું પાદ, અથવા તે “નમે અરિહંતાણ એ પાદમાં પ્રથમ અક્ષર “ન,” “નમે અરહિંતાણું” એ પદના “ન તરીકે ત્યારે જ પ્રાપ્ત થાય છે કે, જ્યારે તે ગ્રન્થિદેશને પામવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા હાય કરેમિ ભંતેના