________________
૧૩૪
જૈન દર્શનને કર્મવાદ વચન અને કાગ દ્વારા પ્રવર્તે છે, તેને પરિસ્પન્દ વીર્ય કહેવાય છે. ઉકળતા પાણીના ચરૂમાં જેમ પાણી ઉકળતું જ રહે છે, તેવી રીતે આત્મપ્રદેશમાં પણ કર્મના સંબંધથી મન વિગેરેની પ્રવૃત્તિ ચાલુ હોવાથી ફુરણા થતી જ રહે છે. જેથી સગી આત્માનું લબ્ધિવીય સ્થિર નહીં રહેતાં પ્રકંપિત બને છે. આત્મવીર્યની પ્રકંપિત અવસ્થામાં બળ-શક્તિ અને મન વગેરેની પ્રવૃત્તિ અનુસાર, ન્યુનાધિક પ્રમાણમાં કાર્મણ વર્ગણાના મુદ્દગલ સમૂહ-સ્કને આત્મા ગ્રહણ કરે છે. કાશ્મણ વગણને પુદગલ સમુહ તે લેકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ જે આકાશપ્રદેશને વિષે જીવ અવગાહી રહ્યો હોય છે, તે પ્રદેશે જ અવગાહી રહેલ કર્મ સ્કંધના દલિકોને જીવ ગ્રહણ કરે છે. અનંતર કે પરંપર પ્રદેશાવગાઢ દલિકનું ગ્રહણ જીવ કર્તા નથી. વળી તે પુદગલ ગ્રહણમાં જવના પિતાના સર્વ જીવ પ્રદેશને પ્રયત્ન થાય છે. કારણ કે પ્રત્યેક જીવન સર્વ જીવ પ્રદેશને પરસ્પર સંબંધ સાંકળના આંકડાની પેઠે હોવાથી જેમ કેઈ વસ્તુ ગ્રહણ કરવા માટે અંગુલી પ્રર્વતે એટલે કરતલ– મણિબંધ-ભુજા–ખભે એ સર્વ અનંતર પરંપરાએ બળ કરે છે, તેવી રીતે પુગલ ગ્રહણમાં પણ સર્વ જીવ પ્રદેશ અંગે સમજવું. અહીં સાંકળની કડીઓનું દ્રષ્ટાંત પરસ્પર ભિન્ન નહિં પડવારૂપ સંબંધની અપેક્ષાએ છે.
જીવના સર્વ પ્રદેશ વડે ગ્રહણકરાતા તે પુદ્ગલ સ્કંધ સમૂહમાં અનંત વર્ગણાઓ તથા પ્રત્યેક વર્ગમાં અનન્ત પરમાણુઓ હોય છે.