________________
૨૫૪
જૈન દર્શનને કર્મવાદ માત્રથી જ હાડકાં બંધાયેલાં હોય તેવા પ્રકારની હાડની રચના તે કાલિકા સંઘયણ. તેનું કારણ જે કર્મ તે કીલિકાસંઘયણ નામકર્મ.
૬. સેવા યા છેવટું નામકર્મ-જ્યાં હાડકાં પરસ્પર અડકીને રહેલાં હોય, તે સેવાd કે છેવટું સંઘયણ છે. સ્નિગ્ધ પદાર્થનું ભજન, તૈલ મર્દન વગેરે સેવાથી વ્યાપ્ત હોય, એટલે તેવી જેને નિત્ય અપેક્ષા હોય, તે સેવાર્તા સંઘ યણ, તેનું કારણભૂત જે કર્મ, તે સેવાસંઘયણનામકર્મ યા છેવટ્ટુ સંઘયણ નામકર્મ.
આ રીતે સંઘયણ અને સંઘયણનામકર્મ કહ્યું. હવે સંસ્થાન અને સંસ્થાન નામકર્મ અંગે વિચારીએ.
સંસ્થાન એટલે શરીરની સારી કે ખરાબ આકૃતિ. અને તે આકૃતિ થવામાં કારણભૂત જે કર્મ, તે સંસ્થાન નામકર્મ. સંસ્થાને ઘણી જાતનાં હોવા છતાં, તે સર્વને સમાવેશ શાસ્ત્રીય રીતે છમાં કરે છે. એટલે સંસ્થાનનામકર્મ પણ છ કહ્યાં છે.
૧. સમચતુરસ્ત્ર નામકર્મ :-સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા લક્ષણયુક્ત શરીરનાં સઘળાં અવયવો હોય અથવા પર્યકાસને બેઠેલા પુરૂષના બે ઢીંચણનું અંતર, ડાબા ખભા અને જમણ ઢીંચણનું અંતર, જમણું ખભા અને ડાબા ઢીંચણનું અંતર, આસન અને લલાટનું અંતર–એ પ્રમાણે ચાર અસ્ત્ર-બાજુનું અંતર સમ-સરખું હોય, તે સમચતુ