________________
૨૬૨
જૈન દર્શનને કર્મવાદ સ્થાવર નામકર્મ છે. ત્રસનાકર્મના ઉદયવાળા છે તે ત્રસ કહેવાય છે. જેમકે બેઈન્દ્રિયાદિ. અને સ્થાવરનામકર્મના ઉદયવાળા છે તે સ્થાવર કહેવાય છે. જેમકે એકેન્દ્રિય છે.
(૩-૪) જે પ્રાણિઓનાં ઘણું શરીરે એકત્ર મળવા છતાં પણ ચર્મચક્ષુને અગોચર હોય, અર્થાત્ આંખે ન દેખી શકાય એવા સૂમ પરિણામવાળા શરીરની પ્રાપ્તિ કરાવનારૂં કર્મ, તે “સૂમનાકર્મ” છે. અને એક અગર ઘણાં શરીર ભેગાં થવાથી દેખી શકાય તેવા સ્થૂલ પરિણામવાળા શરીરની પ્રાપ્તિ કરાવનારૂં જે કર્મ, તે બાદર નામકર્મ' છે. સૂક્ષ્મ પરિણમી શરીરધારી છે “સૂક્ષ્મ” કહેવાય છે. અને બાદર પરિણમી શરીરધારી જીવે “બાદર’ કહેવાય છે.
(૫૬) જીવ પોતાના મરણ કાળ પહેલાં સ્વયેગ્ય પર્યાપ્તિની રચના પૂરી કરી લે તે જીવ, “પર્યાપ્ત” કહે વાય છે, અને સ્વયેગ્ય પર્યાપ્તિઓની રચના પૂરી કર્યા પહેલાં જ મરણ પામી જાય તે જીવ, “અપર્યાપ્ત” કહેવાય છે. આ પર્યાપ્તપણાનું નિયામક કર્મ, તે પર્યાપ્ત નામ– કર્મ' છે. અને અપર્યાપ્તપણાનું નિયામક કર્મ, તે “અપર્યાપ્ત નામ કમ” છે.
પ્રત્યેક સંસારી જીવ નવા ભવમાં ઉત્પન્ન થયા બાદ, જે જીવન શક્તિઓથી શરીર ટકાવી, પિતાનું જીવન ચલાવી શકે છે, તે જીવનશક્તિનું નામ પર્યાપ્ત કહેવાય છે.