________________
૨૮૮
અને આંતરરાત્રિ અને
એ સમજી કઈ પણ
જૈન દર્શનને કર્મવાદ સંજ્ઞાયુક્ત કહેવાતાં કર્મને, મૂળ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ ૧૫૮ પૈકીનાં જ સમજવાં. પરંતુ અન્ય સમજવા નહિ. હવે તે ઘાતી અને અઘાતીની વ્યાખ્યા વિચારીએ તે આત્માના જ્ઞાનાદિ ગુણોને ઘાત કરનારાં જે કર્મ, તે ઘાતકર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય–મોહનીય અને અંતરાય, એ ચારે ઘાતકર્મ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય, એ ચારે ગુણને ઘાત કરનારાં ઉપરોક્ત કર્મો અનુક્રમે સમજવાં.
જ્ઞાન-દર્શનાદિ આત્માના મુખ્ય ગુણેમાંના કેઈ પણ ગુણને ઘાત ન કરે, તે અઘાતી કર્મ છે.
અઘાતી કર્મની પ્રકૃતિઓ, જ્ઞાનાદિ મુખ્ય ગુણોને ઘાત નહિ કરતી હોવા છતાં પણ, ચેરની સાથે મળેલ શાહુકાર જેમ ચેર કહેવાય છે, તેમ ઘાતકર્મની સત્તા પણ વિદ્યમાન હેતે છતે, અઘાતી પ્રકૃતિ જ્ઞાનાદિ ગુણેને ઘાત કરતી દેખાય છે. ઘાતી કર્મની સત્તા નષ્ટ થયે છતે અઘાતી કર્મોને ઉદય તેની પરંપરા નીપજાવી શકતો નથી, અને અલ્પ સમયમાં જ વિલીન થઈ જાય છે. કેમ કે અઘાતી કર્મની પરંપરા ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત તે ઘાતી કર્મ જ છે. એટલે ઘાતી કર્મ રહિત અઘાતી કર્મો, તે પરાજય પામેલ રાજવિહેણ નાસતા ભાગતા સૈન્ય. જેવાં છે. ઘાતકમને ક્ષય થયા બાદ અઘાતી કર્મો પણ અ૫ ટાઈમમાં જ ક્ષય થવાને પરિણામે, આત્માને અવ્યાબાધ-અક્ષયસ્થિતિ-અરૂપીપણું અને અગુરુલઘુ, એ ચાર