________________
૨૯૦
જૈન દર્શનને કર્મવાદ - જેટલા અંશે વિકાર તેટલા અંશે ગુણેની અલના હોય છે. જેટલે અંશે ગુણેમાં અલના તેટલા અંશે વિકાસમાં પણ ખલના હોય છે. સ્કૂલનાને સર્વથા અભાવ તે જ ગુણની સંપૂર્ણ પ્રગટતા છે. સંપૂર્ણ પ્રગટતાથી જ ગુણ અનંતપણે પરિણમે છે.
જ્ઞાનાદિગુણે આત્મામાં અનંતપણે ન પ્રગટે ત્યાં સુધીમાં પણ ગુણેને સર્વથા ઘાત તે થતું જ નથી. ગુણેના પિટા પ્રકારે પૈકી કોઈ કોઈ પ્રકારાંશ તે અવશ્ય સદાને માટે પ્રત્યેક જીવમાં પ્રગટ જ હોય છે. એટલે સર્વાશપણે તે કદાપિ કેઈ પણ ગુણ અવરાઈ જતું જ નથી. સર્વાશે ઘાત થઈ જતો હોય અને અલ્પાંશે પણ આત્મામાં ગુણની પ્રગટતા રહેવા ન પામે તે, ચેતન જડ બની જાય છે. એટલે સર્વથા ગુણેનું આવરણ બને, તેવું કદાપિ બની શકતું નથી.
આત્મામાં અલ્પાશે પણ ગુણે કેવી રીતે પ્રગટપણે રહેવા પામે છે, તે હવે વિચારીએ. કર્મક્ષય થયેથી જેમ - ગુણે સંપૂર્ણ પણે પ્રગટે છે, તેમ કર્મના ક્ષપશમે તે ગુણો - સંપૂર્ણપણે નહિ, તે પણ ન્યૂનાધિકપણે તે પ્રગટે જ છે. - ક્ષયને અર્થ તે કર્મને સંપૂર્ણ નાશ, અને ક્ષયપશમ
એટલે ઉદયપ્રાપ્ત કર્મને ક્ષય કરવો અને ઉદય અપ્રાપ્ત કર્મપુદ્ગલેને ઉપશમાવવાં. અહિં ઉપશમના બે અર્થ - થાય છે.
(૧) ઉપશમ એટલે ઉદયપ્રાપ્ત કર્મ પુદગલને ક્ષયથ, અને સત્તાગત દલિકે અધ્યવસાયને અનુસરી હીનશક્તિવાળાં થવાં.