________________
૨૮૯
કર્મ પ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ સંગે ઉપસ્થિત થાય છે. આત્માનું શાશ્વત સ્થાન તે આ ચાર સગવાળું છે, પરંતુ ઘાતી કર્મના સંગવાળાં ચાર અઘાતી કર્મો વડે, આત્મા તેથી વિપરીત સંગમાં. ભટકી, શાંતિ પ્રાપ્ત કરી શકતું નથી. શાશ્વત શાંતિની. પ્રાપ્તિ તે ઉપરોક્ત ગુણવાળા શાશ્વત સ્થાનમાં જ છે.
| સામાન્યતઃ અક્ષયસ્થિતિ આદિ ચાર સંગને રોધ, ચાર અઘાતી કર્મો વડે જ થાય છે, પરંતુ અઘાતી કર્મોનું બળ ઘાતકર્મના આધારે જ છે. વળી અઘાતી, કર્મ ઉત્પન્ન કરનાર ઘાતકર્મ જ છે. એટલે ઘાતકર્મોને ક્ષય થયે છતે અઘાતી કર્મોને ક્ષય તે સ્વાભાવિક થવાને જ છે. માટે આત્માના સ્વરૂપમાં બાધા નાખી આત્મ-સ્વરૂપને. પ્રગટ નહિ થવા દેવાવાળાં તે, મુખ્યત્વે જ્ઞાનાવરણીય દર્શનાવરણય–મેહનીય અને અંતરાય એ ચારે કર્મ જ, ઘાતકર્મ તરીકે ઓળખાય છે. અને આત્માના સ્વાભાવિક સ્વરૂપને પ્રતિરોધ નહિ કરનાર તથા જેના ઉદયથી બાહ્ય. સામગ્રીની પ્રાપ્તિ થાય છે, તે બાહ્ય સામગ્રી સાથે સંબંધ. વાળાં વેદનીય-આયુ–નામ અને ગોત્ર, એ ચારે કર્મો અઘાતી કર્મો કહેવાય છે. જ્ઞાનાવરણીય–દર્શનાવરણીયમેહનીય અને અંતરાય, એ ચારે કર્મોને આત્મામાંથી સર્વથા ક્ષય થવા વડે આત્મામાં અનંતજ્ઞાનાદિ ગુણે ક્ષાયિક ભાવે પ્રગટ થાય છે. જ્યાં સુધી તે ગુણે ક્ષાયિક ભાવે પ્રગટ થતા નથી, ત્યાં સુધી આત્મામાં અલ્પાંશે યાદ અધિકપણે વિકારો પ્રવતી રહે છે. જે. ૧૯