________________
૨૬૬
જૈન દર્શનને કર્મવાદ કર્મના ઉદયથી. અહીં પોતાના ગામ વગેરેમાં ખ્યાતિ ફેલાય તે કીતિ, અને સર્વત્ર ખ્યાતિ ફેલાય તે યશ કહેવાય છે.
અહીં ૧૪ પિંડ પ્રકૃતિ, ૮ પ્રત્યેક પ્રકૃતિ, ત્રણ દશક અને સ્થાવારદશક, એ રીતે ગણતાં નામકર્મની પ્રકૃતિના કર ભેદ થાય.
ચૌદપિંડ પ્રકૃતિના ૬૫ ભેદ ગણુએ તે, નામકર્મની પ્રકૃતિના કુલ-૩ ભેદ થાય. પાંચને બદલે પંદર બંધન ગણીએ તે ૧૦૩ ભેદ થાય. બંધન અને સંઘતનના ભેદની ગણત્રી જુદી નહીં ગણતાં પાંચ શરીરમાં ગણી લઈએ અને વર્ણાદિ ચતુષ્કના વીસ ભેદને બદલે સામાન્યથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચાર જ ભેદ ગણુએ તે, નામકર્મની પ્રકૃતિના કુલ-૬૭ ભેદ થાય છે. ગોત્રકમ –
જૈનદર્શનમાં મનાએલ મૂળ આઠ કર્મો પૈકી, સાતમું કર્મ ગોત્ર માનવામાં આવ્યું છે. ગત્રકર્મના બે પ્રકાર કહ્યા છે. (૧) ઉચ્ચ ગોત્રકર્મ (ર) નીચ નેત્રકર્મ. ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયથી જીવ, ઉચ્ચ કુળમાં જન્મે છે, અને જગતમાં સન્માન વગેરે પામે છે. નીચગોત્રકર્મના ઉદયે જીવ નીચ કુળમાં જન્મે છે, અને અનાદર વગેરે પામે છે. જૈનધર્મ, કર્મથી જેમ ઉચ્ચ-નીચ સ્વીકાર્યા છે, તેમ કુળ અને જાતિની અપેક્ષાએ પણ ઉચ્ચ કે નીચપણું સ્વીકાર્યું છે. કર્મને આધાર પ્રાયઃ જાતિ છે. વ્યવહારમાં પણ કહેવાય