________________
૨૬૪
જૈન દર્શનને કર્મવાદ હેય, તે તે પ્રવૃત્તિ માટેની જ શક્તિનું નિર્માણ તે કરે છે. જેમ કે એકેન્દ્રિય જેમાં આહાર, શરીર, ઇન્દ્રિય, અને શ્વાસોચ્છવાસ, એ ચાર પ્રવૃત્તિઓને શક્તિઓનું નિર્માણ થાય છે. વિગલેન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય જેમાં ભાષાસહિત પાંચ શક્તિઓનું, અને સંગ્નિ પચેન્દ્રિયમાં મનસહિત છ શકિતઓનું નિર્માણ થાય છે. એટલે એકેન્દ્રિજીવે ચાર પર્યાપ્તિઓની ગ્યતાવાળા, વિગલેન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય જીવે પાંચ પર્યાપ્તિઓની તથા સંજ્ઞિ પંચેન્દ્રિય જીવે છે પર્યાપ્તિઓની યોગ્યતાવાળા છે.
પિતપતાને પર્યાપ્તિઓમાંથી એક પણ પર્યાપ્તિ ઓછી તૈયાર કરીને મૃત્યુ પામવાવાળા જેને અપર્યાપ્તા કહેવાય, અને સ્વયેગ્ય તમામ પર્યાપ્તિઓની રચના પૂર્ણ કર્યા બાદ જ મૃત્યુ પામવાવાળા જેને પર્યાપ્તા કહેવાય છે. ઓછામાં ઓછી ત્રણ પર્યાપ્તિઓની રચના પૂર્ણ કર્યા વિના તે કોઈ જીવ મૃત્યુ પામતે જ નથી.
આ અપર્યાપ્તપણું અને પર્યાપ્તપણે તે અનુક્રમે અપર્યાપ્ત નામ કર્મ અને પર્યાપ્ત નામકર્મના કારણે જ જીમાં હેય છે.
(૭–૮) દરેક જીવને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ કરાવનારું તે “પ્રત્યેક નામકર્મ અને અનંતજી વચ્ચે એક-સાધારણ શરીરની પ્રાપ્તિ કરાવનારૂં, તે “સાધારણનામકર્મ છે.