________________
૧૩૬
જૈન દર્શનને કર્મવાદ ગતિને વેગ્ય કર્મ બંધાય છે. શુભ-અશુભ અને અશુદ્ધ ઉપગ ઉપરાંત ચેશે શુદ્ધ ઉપગ પણ છે. સહજ સ્વરૂપથી નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમિત રહેવાની સ્થિતિ તે શુદ્ધ ઉપગ છે. શુદ્ધ ઉપગની પ્રવૃત્તિમાં કર્મનિર્જરા. અને મોક્ષ પ્રાપ્તિ થાય છે.
કેવા ભાવથી ઉપગને પરિમિત કરે અગર ના કરે, તેની જાગૃતિની ક્ષણે ક્ષણે જીવને અતિ અગત્યતા છે. શુદ્ધ ઉપગ જે નિરાકાર અને નિર્વિકલ્પ સ્વરૂપ છે, તેમાં જ શાંતિ, આનંદ અને કર્મક્ષય કરવાનું સામર્થ્ય છે. તે સિવાય શુભ-અશુભ અને અશુદ્ધ ઉપયોગમાં (જ્ઞાનોપયોગ અને દર્શને પયોગમાં) દુઃખની ઉત્પત્તિ થાય છે જેમજેમ શુભ, અશુભ અને અશુદ્ધ ઉપયોગમાં લીન થવાય છે, તેમ તેમ આત્માને વિકાસ રોકાઈ જાય છે. શુદ્ધ ઉપયોગમાં સ્થિરતા રહી ન શકે તે પણ શુદ્ધ ઉપયોગનું લક્ષ્ય રાખીને શુભ ઉપયોગમાં પરિણત રહેવાથી, શુદ્ધ ઉપયોગમાં જવાની સરલતા થાય, એવાં સાધન જીવને પ્રાપ્ત થાય છે. એ અપેક્ષાએ શુભ ઉપયોગ ઠીક છે
પરંતુ શુદ્ધ ઉપયોગના લય વિને વિશ્વની માયાના લક્ષ્યથી કરાતે શુભ ઉપયોગ, ભાવિ દુઃખના કારણભૂત થાય છે. શુભ-અશુભ અને અશુદ્ધ ઉપયોગ તે વૈભાવિક છે. તે ત્રણે કે ઉપયોગમાં રાગ-દ્વેષની પરાધીનતા હોવાથી પરભાવ રમણ છે. એવા વૈભાવિકઉપયોગની રમણતામાં સહાયક વીય