________________
જૈન દર્શનના કર્મવાદઃ
દ નમાહનીયકમ ના ઉદ્ભયથી વત્તતી આત્મદશા તે મિથ્યાત્ત્વ-અવિદ્યા અસત્ જ્ઞાન તરીકે ઓળખાય છે. સમ્યગ્દર્શન એ આત્માના નિવિકલ્પ ગુણ છે. પણ આ ગુણુ અનાદિથી દર્શનમેાહનીયકમ ના ઉદયે, કડવી તુ'બડીમાં નાખેલા દુધની જેમ મિથ્યા દર્શનરૂપ બની ગયા છે. આત્મા પેાતાના શુદ્ધ ચેતન સ્વરૂપને ભૂલી, જડ એવી દેહાર્દિ પર વસ્તુમાં આત્મબ્રાંતિ પામ્યા, એ જ એને અનાદિ વિપર્યાસરૂપ દનમહ છે. આપ આપૐ ભૂલ ગયા, એ જ જીવની “ સ ભૂતની બીજભૂત ભૂલ ” છે.
66
ત્રણે કાળમાં, ત્રણે લેાકમાં સમ્યક્ત્વ સમું પ્રાણિતું કોઈ શ્રેય નથી, અને મિથ્યાસમુ કોઈ અશ્રેય નથી. મિથ્યાત્વ વાસિત દશામાં જીવને સાચા ખાટાનુ કે હિતાહિતનું ભાન હાતું જ નથી. તે સમયમાં સાચી શ્રદ્ધા નહિ. હાવાથી થોડું ઘણું જ્ઞાન હોય તે તે પણ ઉલ્ટ પ્રકાશ કરનારૂ અને પાપાચરણમાં મસ્ત બનાવનારૂ' થાય છે. કારણ કે જ્ઞાનની શુદ્ધિ અને અશુદ્ધિના આધાર બુદ્ધિ અને મનની શુદ્ધિ–અશુદ્ધિ ઉપર છે. બુદ્ધિ અને મનની શુદ્ધિ અશુદ્ધિના આધાર સમ્યકત્વ અને મિથ્યાત્વ આશ્રિત છે.
૧૬૦
જ્ઞાનની શુદ્ધિ તે સમયકત્વ એને જ્ઞાનની અશુદ્ધિ તે મિથ્યાત્વ છે. ખરો જ્ઞાતા તે સત્ય આત્મા જ છે. આ આત્માની જેટલી પરાધીન સ્થિતિ છે, એટલી જ અશુદ્ધતા છે.
અહીંઆ પર (અન્ય) ઉપર આધાર છે. બુદ્ધિ અને મનના ચશ્માદ્વારા તે પ્રકાશીત થાય છે. તેજ આડા મળ છે. એટલે