________________
૧૯૬
જૈન દર્શનને કર્મવાદ ક્ષાયિક સમ્યક્ત્વમાં તે દલિકોને સર્વથા ધ્વસ છે. એટલે પુનઃ તેના પ્રાદુર્ભાવને સ્થાન નથી.
ક્ષાયોપથમિક સમ્યક્ત્વવાળાને શુદ્ધ થયેલાં દર્શનમેહનીયનાં દલિકો (સમ્યકત્વ મેહનીય) અશુદ્ધ થઈ જવાને (મિથ્યાત્વ મેહનીયરૂપે થવાને), અને ઔપથમિક સમ્યકત્વવાળાને ઉપશાંત દલિકે પ્રગટ થવાનો ભય રહે છે.
એકવાર સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થયા બાદ જ્યાંસુધી. આત્મામાં એ ગુણ ક્ષાયિક ભાવે પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રાયઃ તે ગુણને ઉદય અને અસ્ત, ઉદય અને અસ્ત, એમ પરંપરા ચાલ્યા કરે છે. આત્મહિત માટે અનુકૂળ નિમિત્ત મળતાં આત્મામાં અનુકૂળતા પ્રગટ થાય છે, અને પ્રતિકુળ નિમિત્ત મળતાં પ્રતિકૂળતા પ્રાપ્ત થાય છે.
પરંતુ આ પરિસ્થિતિ પ્રાયઃ ત્યારે જ બને છે કે, એક વાર પણ આત્માને નિજાનંદને અનુભવ થઈ ચૂક હોય. તેમ છતાં અંતમુહૂર્ત માત્ર પણ સમ્યકત્વ ગુણ આત્માને સ્પર્શી જાય છે, તે આત્મા, ઉદય અને અસ્તની પરંપરા અનુભવો પણ, વધુમાં વધુ જૈન પરિભાષાએ અદ્ધ પદુગલ પરાવર્ત કાળે તે, અવશ્ય મુક્તિ પામે છે.
સંસારચક્રમાં ઉપશમ સમકતની પ્રાપ્તિ જીવને વધુમાં વધુ પાંચ વખત, ક્ષપશમસમ્યકત્વની પ્રાપ્તિ સંખ્યાતા વખત અને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ એક જ વખત થાય છે. કારણ કે એક વખત પ્રાપ્ત ક્ષાયિકને પુનઃ અભાવ થતું જ નથી.