________________
પ્રકૃતિ બંધ
૨૪૯ કરાવનાર પાંચેય શરીરનામકર્મ અંગે સમજવું. પાંચેય શરીર નામકર્મનાં નામ તે (૧) દારિક શરીરનામકર્મ (૨) વૈકિય શરીરનામકર્મ (૩) આહારક શરીરનામકર્મ (૪) તૈજસશરીરનામકર્મ અને (૫) કાર્મણ શરીરનામકર્મ છે.
જે જે શરીરનામકર્મને ઉદય થાય તે તે શરીર , લેકમાં રહેલ પગલે ગ્રહણ કરી, તેને તે તે શરીર રૂપે પરિણુમાવવાનું કાર્ય, તે તે શરીરનામકર્મનું છે.
કર્મ એ કારણ છે, અને શરીર એ કાર્ય છે.
અહીં કામણ શરીર અને કામણ શરીરનામકર્મ, એ બને કામણવર્ગણાનાં જ પુદ્ગલમાંથી પરિણામ પામેલ હોવા છતાં, બને ભિન્ન ભિન્ન છે.
કાર્મણવર્ગણાના પુદ્ગલગ્રહણમાં હેતુભૂત એવું કામણુશરીરનામકર્મ તે નામકર્મની એક ઉત્તર પ્રકૃતિ છે. એટલે જ્યાં સુધી કામgશરીરનામકર્મને ઉદય છે, ત્યાં સુધી જ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલે, આભા ગ્રહણ કરી શકે છે.
આત્માની સાથે એકાકાર થયેલ, આઠે કર્મની અનંત વર્ગણના પિંડનું નાણું કામણ શરીર છે.
કાર્મણ શરીર એ અવયવી છે, અને કમની દરેક ઉત્તર પ્રકૃતિ તેના અવયવે છે. કાર્મણશરીરનામકર્મ તે બંધમાંથી આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે, ઉદયમાંથી