________________
પ્રકૃતિ અધ
૨૨૯
તે રાગ; અને સામાન્ય રીતે સ્ત્રી પુત્રાદ્ધિક ઉપર જે પ્રીતિ થાય તે સ્નેહ કહેવાય છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના અધ્યવસાયથી પણુ આયુષ્યના ક્ષય થાય છે.
(ર) બીજું નિમિત્તથી એટલે દંડ, શસ્ત્ર, રજ્જુ, અગ્નિ, જળમાં પતન, મૂત્ર પૂરીષના રાધ અને વિષનું ભક્ષણ, વિગેરે કારણથી પણ આયુષ્યને ફ્રાય થાય છે.
(૩) આહારથી એટલે ઘણુ ખાવાથી, થેાડુ' ખાવાથી અથવા બિલ્કુલ આહાર નહી મળવાથી આયુષ્યને ફાય થાય છે. સંપ્રતિ રાજાના પૂર્વભવના જીવ દ્રમક, જે સાધુ થયે। હતા, તે દીક્ષાના દિવસે જ અતિઆહારથી મૃત્યુ પામ્યા હતા.
(૪) વેદનાથી એટલે શૂળ વિગેરેથી તથા નેત્રાદિકના વ્યાધિથી આયુષ્યના ક્ષય થાય છે.
(૫) પરાઘાતથી એટલે ભીત–ભેખડ વિગેરે પડવાથી અથવા વીજળી વિગેરેના પડવાથી આયુષ્યના ક્ષય થાય છે.
(૬) સ્પર્શીથી એટલે સર્પાદિના ડંશથી આયુષ્યના ક્ષય થાય છે.
(૭) શ્વાસેાશ્વાસથી એટલે ક્રમ વિગેરેના વ્યાધિને લીધે ઘણા શ્વાસેાશ્વાસ લેવાથી અથવા શ્વાસ રૂંધાવાથી પણુ આયુષ્યના ક્ષય થાય છે.