________________
પ્રકૃતિ બંધ
૨૨૭ સમયે ઉપકમ થાય તે, તે ઉપક્રમે માત્ર તેમને કષ્ટને અર્થ સમજવા, પણ આયુષ્યના ક્ષયમાં કારણભૂત સમજવા નહિ. જેમકે સ્કન્દકાચાર્યના પાંચ શિ, તથા અર્ણિ કાપુત્ર આચાર્ય, ઝાંઝરીયામુનિ વિગેરે ચરમ શરીરી હોવાથી અનપત્તિ આયુષ્યવાળા હતા. તેમને ઉપસર્ગ થયા તે આયુષ્યક્ષયમાં કારણભૂત હતા જ નહિં.
કર્મબંધનાં અધ્યવસાયસ્થાનકે વિચિત્ર છે. અને અસંખ્ય લોકાકાશના પ્રદેશપ્રમાણ છે. તે સ્થાનકમાં કેટલાંક નિરૂપકમકર્મને ઉત્પન્ન કરનાર છે. તેથી જેવા અધ્યવસાયે જે કર્મ બાંધ્યું હોય, તે કર્મ તેવી રીતે ભોગવવું પડે છે. જેમ અમુક યોજન લાંબા માર્ગમાં ઘણું માણસો એક સાથે ચાલ્યા હોય, છતાં તેમની ગતિની તરતમતાથી જવાના સ્થાને પહોંચવાના કાળમાં ભેદ દેખાય છે (કેઈ વહેલા પહોંચે છે, કઈ વિલંબે પહોંચે છે). તેવી જ રીતે એક સરખી સ્થિતિવાળું કર્મ ઘણું જીએ બાંધ્યું હોય તેમાં પણ પરિણામના ભેદથી તેને ભેગકાળ ભિન્ન ભિન્ન થાય છે. કહ્યું છે કે –
पिंडीभूतः पटः क्लिनश्चिरकालेनशुष्यति । प्रसारितः स एवाशु, तथाकर्माप्युपक्रम : ॥१॥
ભાવાર્થ –જેમ ભીનું વસ્ત્ર પિંડરૂપ કરીને મુકયું હોય તે તે લાંબી મુદતે સુકાય છે, અને તેજ વસ્ત્ર લાંબુ કર્યું હોય તે જલ્દી સુકાઈ જાય છે, તેવી જ રીતે કમ યણ ઉપક્રમેથી જલ્દી ક્ષય પામે છે.