________________
પ્રકૃતિ બંધ
૨૩૯
મીઠું, અનાજ, પાણી કે અન્ય કેઈ આહાર રૂપ પદાર્થના સાત ધાતુ રૂપે થતા પરિણમન કાર્યમાં આપણે વિચારવું પડશે કે, શરીરમાં પરિણામાન્તર કરનાર કોઈક પાક ક્રિયા છે. પકવવાની તાકાતવાળી ચીજ જ પરિણામાન્તર કરી શકે. જેમ અગ્નિમાં પકાવ્યા વિના માટીને ઘડો પાણીને ભરવા થઈ શકતો નથી, એવી રીતે પકવવાની તાકાતવાળી વસ્તુ વિના મૂળપદાર્થનું પરિપકવણું થઈ શકતું નથી. જે પકવવાની તાકાતવાળી ચીજ ન હોય તે શરીરમાં પડેલું મીઠું તે મીઠું જ રહે, માટી તે માટીપણે જ રહે. સંગ્રહણીને વ્યાધિ જેને થયું હોય તે ખોરાક લે છે, પણ પચાવી શકતું નથી. કેમકે દુન્યવી દષ્ટિએ કહેવાય છે કે તેની જઠરમાં અગ્નિનું જેર નથી.
પકવવાની તાકાતવાળી ચીજ હોય, તે જ શરીરમાં ગયેલ આહાર પરિણામાન્તર પામે, અને સાત ધાતુ રૂપે પરિણમે. આવું પરિણામાન્તર કરનાર તેજ તૈજસ શરીર છે. લીધેલ ખેરાકને પકવદશામાં લાવવું, પરિણામાન્તર કરવું, તે કામ તેજસ શરીરનું છે. આ તેજસ શરીર તે
વની સાથે વળગેલી ભઠ્ઠી છે. દરેક સંસારી જીવની સાથે તૈજસ ભઠ્ઠી રહે જ છે. જેમ અગ્નિને સ્વભાવ છે કે બળતણને પકડે છે, અને પિતે ટકે છે પણ બળતણથી જ. તેવી રીતે જીવની સાથે રહેલી તૈજસરૂપ ભઠ્ઠી ખેરાકને ખેંચે છે, અને ખેરાથી ટકે છે. આ તૈજસ શરીર પણ અનેક પ્રકારનું હોય છે. આપણને
-
-
-
- -
* *
*