________________
--૨૩૬
જૈન દર્શનનો કર્મવાદ હોવા છતાં કેઈક સમાન બાહ્ય પરિણામના કારણે તેઓમાં ચૈતન્યને વિકાસ સ્વલ્પ અને લગભગ સરખે હોય છે. તેવી રીતે બેઈદ્રિયાદિક જાતિઓમાં પણ સમજવું. આ રીતે નિર્દોષ સરખાપણુ વડે એક કરાએલ સમાન બાહ્ય પરિણામ જ, અમુક અમુક ચૈતન્ય વિકાસમાં નિયામક છે. તે સમાન બાહ્ય પરિણામને જાતિ કહેવાય, અને તે અપાવનાર કર્મને - જાતિનાકર્મ કહેવાય છે.
પંચેન્દ્રિય જીવ કરતાં ચઉરિન્દ્રિય જીવોને ચૈતન્ય વિકાસ અલ્પ હોય. એ રીતે ચઉરિન્દ્રિય જી કરતાં તેઈન્દ્રિય જીવમાં, તેઈન્દ્રિય કરતાં બેઈન્દ્રિય જીવમાં, અને બેઈન્દ્રિય કરતાં એકેન્દ્રિય માં ચૈતન્યને વિકાસ (ચૈતન્યને ક્ષપશમ) અનુક્રમે અલ્પ હોય છે. આ પ્રમાણે ચૈતન્યશક્તિ ન્યૂનાધિક ખીલવટના ધેરણનું નિયમન તે જાતિનાકર્મના આધારે જ છે. આ રીતે પાંચ પ્રકારે ચતન્ય વિકાસની વ્યવસ્થા તે જાતિ, અને પાંચ પ્રકારની વ્યવસ્થા રૂપ જાતિને પ્રાપ્ત કરાવનારૂં કર્મ તે તે જાતિનામકર્મ કહેવાય છે. જાતિ નામ કર્મના ઉદયથી તે તે જાતિની પ્રાપ્તિમાં જીવ વિવિધ પ્રકારના શરીરને ધારણ કરે છે.
સંસારી અવસ્થામાં જીવ, તે, શરીર વિના તે રહી શકે જ નહીં, કારણ કે સંસારી જીને સુખ–દુઃખના ઉપભેગનું ચાતે ક્રિયા કરવાનું સાધન શરીર જ છે. વળી જીવ તે અરૂપી હોવાથી કઈ જગ્યાએ કયે જીવ રહેલું છે, તેને ખ્યાલ છદ્મસ્થ જીવેને તે સજીવ દેહની પ્રત્યક્ષતાથી જ થઈ શકે છે.