________________
૨૦૪
જૈન દર્શનના કર્મવાદ
ગૌરવ છે, અને પાતાની ભૂમિકાનું કર્ત્તવ્ય છે. આ સેવાની ભુમિકા ઉલંધ્યા પછીથી જ આ માંડેલી અમુક ફરજોમાંથી તે મુક્ત થાય છે. જેમ આગળ વધે છે તેમ નીચેની ફરજો છૂટતી જાય છે. અને ઉપરની ફરજો વધતી જાય છે. તેના પ્રમાણમાં તેના અધિકાર, જ્ઞાનખળ, આત્મબળ વિગેરે પણ વધતાં જાય છે.
હું
અહી કાઈ શકા કરશે કે જેમ આપત્તિ સમયે પેાતાના સબધમાં સમ્યગ્દષ્ટિ જીવ વિચાર કરે છે કે આ આપત્તિ તે મારા અપરાધનુ ફળ છે, તેમ અહિ' પણ વિચાર કરવા કે પેાતાના આશ્રિતાને પ્રાપ્ત આપત્તિ તે તેમના અપરાધનુ ફળ છે, આ દ્વારા તે ભોગવે છે, માટે તેમના બચાવ શા માટે કરવા જોઈએ ? તેમને તેમના કમ ફળનુ' ફળ ભેગવવા દેવું જોઈ એ ? તે ભાગવતાં તેમનુ' કમ ઓછુ થશે, તેવા વિચાર કરનારને ઉત્તર એ છે કે, વાત તે સાચી છે, પણ જો એ પ્રમાણે ઉપેક્ષા કરવામાં આવે તે દૈયા, કરૂણા, લાગણી, પાપકાર વીગેરે બધુ ઉડી જાય છે. અને આવાં પરાપકારી કાર્યો દ્વારા જીવામાં કરૂણા, કોમળતા, નિઃસ્વાર્થ તા, નિષ્કામતા, વિગેરે ગુણા જે સાધકમાં પ્રગટ થાય છે, તે બધા અટકી જાય છે. જેના ઉપર પાપકાર કરવામાં આવે છે, તેઓને તેા તેમના કર્મોના બદલે હમણાં નહિ' તે આગળ પણ ભાગવવા જ પડશે. પરંતુ આવા પરોપકાર કરવાથી ખરા કાયદા તા તે પાપકાર કરનારને જ થાય છે. તેની અંતઃકરણની વૃત્તિઓ નિળ થાય છે.