________________
૨૨૪
જૈન દર્શનને કર્મવાદ છે જીવને નવા શરીરને સંગ તે આયુષ્ય, અને એ સગ ટકાવી રાખનાર કર્મને આયુષ્યકર્મ કહેવાય છે. આયુષ્યકર્મનાં દલિકોને ઉદયકાળ પૂર્ણ થયા બાદ એક સમય માત્ર પણ જીવને તે શરીરને સંગ ટકી શકતે નથી. એટલે નારક શરીરમાં ટકાવી રાખનાર કર્મને “નારકાયુષકમ” તિર્યંચ શરીરમાં ટકાવી રાખનાર તે “તિર્યંચાયુષકર્મ”, માનવશરીરમાં ટકાવી રાખનાર “તે માનુષાયુષકર્મ”, અને દેવના શરીરમાં ટકાવી રાખનારૂં કર્મ તે “દેવાયુષકર્મ” કહેવાય છે,
અહીં આયુષ્ય અને આયુષ્યકર્મ એ બન્ને અલગ ચીજ છે, તે સમજી શકાય તેવું છે. આયુષ્યકર્મ એ કારણ છે, અને જીવને નવા શરીરના સાગરૂપ આયુષ્ય એ તેનું ફળ છે. આયુષ્યકર્મના ઉદયથી જીવને તે તે ગતિને વેગ્ય બાકીની કર્મપ્રકૃતિઓ પણ ઉદયમાં આવે જ છે. કેઈ વખત જીવને અકાળે મરીને પણ બીજી ગતિમાં જઈ ઉપજવું પડે, અને કેટલાક જી, પોતાના આયુષ્યકર્મના કાળને પૂરો કરીને જ બીજી ગતિમાં ઉપજે. આ પ્રમાણે આયુષ્ય કર્મના અપૂર્ણતા અને પૂર્ણતાના હિસાબે બે પ્રકારે તે કર્મના શાસ્ત્રમાં બતાવ્યા છે. (૧) અપત્તિ આયુષ્યકર્મ અને (૨) અનપત્તિ આયુષ્યકર્મ.
જેમાં ઓછાશ થઈ શકે એટલે ત્રુટી શકે તે “અપવત્તિ આયુષ્યકર્મ” કહેવાય છે. આવાં આયુષ્ય ઘટી જાય તે પણ અંતમુહૂર્તથી તે ઓછું ન જ થાય. પુરેપુરું