________________
પ્રકૃતિ ધ
કસોટીએ કસતાં સુવણ ન લાગે તે સમજવુ‘કે સુવણું નથી. પણ કસેાટીએ ન ચડયુ* હોય તેથી કરીને કઈ સુવણુ નથી એમ કહી જ ન શકાય. તેવી રીતે યથાસ્થિત તત્ત્વસ્વરૂપ વર્ણવતાં તેમાં કંઈ પણ અશ્રદ્ધા થાય તે તે સમજવું કે સમ્યક્ત્વમાં ખામી છે. પણ અલ્પ સમયમાં જ સમ્યક્ત્વ પામી તુરત જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર આત્માને સમ્યક્॰ પ્રાપ્તિથી, કેવલજ્ઞાન પ્રાપ્તિ વચ્ચેના અલ્પકાળમાં, યથાસ્થિત તત્ત્વથી કસી ન શકાય, તેટલા માત્રથી સમ્યક્ત્વની પ્રાપ્તિ તે ટાઈમે નથી થઈ, એમ કેમ માની શકાય ?
૧૭૦
વળી કોઈ શકા કરે કે તાપસાને પ્રતિમાધ કરી સમ્યક્ત્વ પમાડવામાં તે ગૌતમસ્વામી હતા. પરંતુ અન્યલિંગે સિદ્ધ થયેલ જીવાને સમ્યક્ત્વ પમાડવામાં કોઈ વ્યક્તિ ન હતા. છતાં પણ તેમને સમ્યક્ત્વ થયું હતું. માટે જૈનેતરા પણ સમકિતી હોઈ શકે.
અહીં સમજવુ જોઈએ કે સમ્યક્ત્વ પ્રાપ્તિ કોઈ મહાત્માના ઉપદેશથી જ થાય, એવા એકાંત નિયમ નથી. સ્વયં પરિણામની વિશુદ્ધિ દ્વારા પણ સમ્યક્ત્વ પ્રાપ્તિ જીવમાં થઈ શકે છે. એટલે યથા તત્ત્વાપદેશકના અભાવે પણ સમ્યક્ત્વ પ્રાપ્તિ, જૈનદનમાં કહી છે.
વળી જૈનેતર તે સમ્યક્ત્વી થઈ શકે, પણ સમ્યક્ત્વ પામ્યા પછી જૈનેતર ન હોય. કારણ કે સમ્યક્ત્વ પ્રાપ્તિની પૂર્વ અવસ્થા જૈનેતર હોય, પરંતુ સમ્યક્ત્વ પ્રાપ્તિ સમયે . ૧૨