________________
પ્રકૃતિ બંધ
૧૮૫ ર્થના મન્તવ્યમાં જ ભિન્નતા હતી. શ્રી ગૌતમસ્વામીજી કોણ? ભગવાનના પ્રથમ ગણધર ! પિતાની જમણી ભુજા જેવા. એિવા શ્રી ગૌતમ ગણધર પાસે પણ ભગવાન મિચ્છામિદુક્કડે દેવરાવે છે. આવું ત્યાં જ બને કે, જ્યાં વ્યક્તિ કે સ્થાનને પક્ષપાત નહિં હતાં, સત્યને જ પક્ષપાત હોય.
જૈનદર્શનને માન્ય દેવ-ગુરૂ-ધર્મને અનન્યરાગી વ્યક્તિ પણ, તત્વની પ્રરૂપણું અંશ માત્ર વિપરીત પણે કરે, તેવાઓનેય જૈનદર્શને, સત્યના સંરક્ષણની બુદ્ધિએ, નીડરપણે મિથ્યાસ્વી ગણી, વડી કાઢયા છે. પિટ્ટશાલ નામના પરિવ્રાજકને તત્વજ્ઞાનની વિપરીત પ્રરૂપણુવડે હરાવી. વિજય મેળવનાર જૈન સાધુને, તેના ગુરૂએ તેની બેટી પ્રશંસા નહીં કરતાં, વિપરીત પ્રરૂપણાની માફી નહિં માગવાથી, સંઘ બહાર મૂક્યું હતું. હકીકત એવી હતી કે –
શ્રી વિરપ્રભુના નિર્વાણ પછી ચારસેને ચુમ્માલીસ વર્ષે અંતરંજિકા નામની નગરીમાં વ્યંતરના ચૈત્યમાં રહેલા શ્રીગુપ્ત નામના આચાર્યને વાંદવા માટે બીજા ગામથી આવતા એવા, તેમના દેહગુપ્ત નામના શિષ્ય, વાદીએ વગડાવેલા પટને ધ્વનિ સાંભલીને પિતે તેની સાથે વાદ કરવા જણાવ્યું. તથા તે વાત ગુરૂને આવીને કહી. પછી ગુરૂએ તેને વાદીની વીંછી-સર્ષ–ઉંદર-હરિણ-ડુકરી-કાગડી તથા શકુનિકા નામની વિદ્યાઓને જીતવા માટે મયૂરી, નકુલી, બિડાલી, વ્યાઘી, સિંહી, ઉલંકી તથા ની નામની સાત વિદ્યાઓ આપી. તથા બાકીના ઉપદ્રને હરનારૂં