________________
૧૭૫
પ્રકૃતિ બંધ સમજવાને અવસર જ ન આવે, તેથી કરીને તે જેમાં દર્શનમેહનીય (મિથ્યાત્વ મેહનીય) કર્મ વત્તી જ રહ્યું છે, એમ ચોકકસપણે કહી શકાય નહિ. જૈનદર્શનમાં કહેલ પંદર પ્રકારે થયેલ સિધ્ધના ભેદોમાં “અન્યલિંગ સિદ્ધ ”નું પણ વર્ણન આવે છે. આવા જ સમ્યક્ત્વ પામ્યા બાદ ટુંક સમયમાં જ કેવલજ્ઞાન પામ્યા છે. ત્યાં સમ્યક્ત્વ પામવા ટાઈમે તેમને યથાર્થ તત્વને ખ્યાલ પણ ન હતું. કોઈ સમજાવનાર પણ ન હતું, પરંતુ તત્વની યથાર્થતાના સ્વીકાર્યમાં રોધ કરનારૂં દર્શનમેહનીય કર્મ ખસી જવાથી જ સમ્યક્ત્વ પામી કેવલજ્ઞાન પામ્યા. દર્શનમેહનીય કર્મ ખર્યું ન હોત, તે તે કેવલજ્ઞાન તેઓ પામત જ નહિં. - દર્શન મોહનીય કર્મ ખસવા ટાઈમે અને કેવલજ્ઞાન પ્રાપ્તિ સમય પહેલાં, યથાર્થ તત્વનું નિરૂપણ જે તેમની પાસે કોઈ કરનાર હોત તે, તેમને તે તત્ત્વ અસ્વીકાર્ય બનત જ નહીં. અને પછી તે કેવલજ્ઞાન પામ્યા એટલે તત્ત્વોની પૂર્ણ યથાર્થતા સ્વયં આત્મ પ્રત્યક્ષ જ અનુભવવા લાગ્યા. ગૌતમ સ્વામીની લબ્ધિ દેખી પ્રતિબંધિત થયેલા પંદરસે તાપસ થેડા જ સમયમાં કેવલજ્ઞાન પામ્યા. સમ્યકત્વ, યથાખ્યાત ચારિત્ર, અને કેવલજ્ઞાન, એ ત્રણે થેડા જ ટાઈમમાં થયાં. ગૌતમસ્વામિની લબ્ધિ જોયા પહેલાં તે તાપસ અવસ્થા હતી. અહીં સમ્યકત્વના અધુરા અભ્યાસીઓ કે બીન અભ્યાસીઓ તર્ક ઉઠાવે કે “જૈનત્વ સિવાય સમ્યકત્વ ન હોય તો, તાપસમાં સમ્યકત્વ ક્યાંથી આવ્યું ? તાપસી
'
મ
મ
કોઈ * *
૧