________________
૧૪૩
પુગલગ્રહણ અને પરિણમન રહેલ પુદ્ગલ અવસ્થાને આત્માની સાથે સંબંધ થવા ટાઈમે તે અવસ્થા પલ્ટો પામી કર્મ સ્વરૂપની અવસ્થાને પ્રાપ્ત થાય છે. વસ્તુની અવસ્થામાં પલ્ટો થવે તે તેનું પરિણમન કહેવાય છે. પરિણમન થવામાં કંઈ કંઈ મૌલિક તત્વની નવી ઉત્પત્તિ નથી. મૌલિક વસ્તુ તે તેમાં કાયમી છે, પરંતુ પરિણમન યા અવસ્થાને તેમાં પલ્ટો છે. જેમ પ્રાણિઓના શરીરમાં રહેલી સાત ધાતુઓ (રસ-રૂધિરમાંસ–મેદ-અસ્થિમજજા અને વીર્ય) તે પ્રાણિએ ગ્રહણ કરેલ ખોરાકનું પરિણમન છે, તેમ કર્મ એ પુગલનું એક પરિણમન છે. પરિણમન પામેલ પુદ્ગલના વર્ણ–ગંધ-રસ અને સ્પર્શમાં પલટો થઈ જવાથી તેના સ્વભાવમાં પણ પટો થાય છે. પુદ્ગલ પરિણમન સદાના માટે એક સરખું ટકી રહેતું નથી. અમુક ટાઈમ સુધી અમુક પરિણમનરૂપે રહી ત્યારબાદ અન્ય પરિણમનરૂપે પરિણમે છે. અનાજમાંથી પરિણમેલ સપ્તધાતુમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે રવભાવનું પ્રાગટય અનાજમાં હેતું નથી. તેવી રીતે કાર્મણવર્ગણના પુદ્ગલમાંથી પરિણમેલ કર્મમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટય કામણવર્ગણાના પુદ્ગલોમાં કર્મરૂપે પરિણમેલ અવસ્થા પહેલાં હેતું નથી.
ખેરાકનું સપ્તધાતુરૂપે થતું પરિણમન પ્રાણિયેના શરીરમાં જ થાય છે. પ્રાણિયોના ઉદરમાં પ્રવેશ્યા સિવાય સૃષ્ટિમાં ઢગલા બંધ પડેલા અનાજનું જેમ સપ્તધાતુરૂપે પરિણમન થતું નથી, તેમ યુગમાં અનેકરૂપે પરિણમન