________________
૧૫ર
જૈન દર્શનને કર્મવાદ તે કેવલદર્શન, તેનું આચ્છાદન કરનાર કર્મ તે કેવલ
દર્શનાવરણીય કર્મ. ૫ જે અવસ્થામાં ચપટી વગાડવા માત્રવડે પ્રાણી
જાગૃત થાય, એવી નિંદ્રારૂપે વેદાતું ઈન્દ્રિય દર્શનનું ‘આવરણ કરનારૂં કર્મ, તે નિદ્રાવેદનીય દર્શનાવરણીય
કર્મ કહેવાય છે. ૬ ગમે તેમ હળવા છતાં મહામુશ્કેલીઓ જાગે, એવી
નિંદ્રારૂપે વેદાતું ઈન્દ્રિયદર્શનનું આવરણ કરનારું કમ, તે નિંદ્રા–નિંદ્રાવેદનીય દર્શનાવરણયકર્મ
કહેવાય છે. -- - ૭ બેઠાબેઠા કે ઉભાઉભા પણ નિદ્રાધીન કરનારૂં
કર્મ, તે પ્રચલા વેદનીય દર્શનાવરણીય કર્મ કહેવાય છે. ચાલતાં ચાલતાં કે કામકાજ કરતાં પણ નિંદ્રાધીન કરનારૂં કર્મ, તે પ્રચલપ્રચલાવેદનીય દર્શનાવરણીય
કર્મ કહેવાય છે. ૯ દિવસે ચિંતવેલું કામ રાત્રે નિદ્રિત અવસ્થામાં ઉઠી
કરવાવાળા જીવની નિંદ્રાને “થીણુદ્ધી” નિંદ્રા કહેવાય છે. એવી નિંદ્રારૂપે વેદતું કર્મ, થોણધીવેદનીય દર્શના વરણીય કર્મ કહેવાય છે.
થીણી માટે ચાનદ્ધિ–સ્યાનગૃદ્ધિ એવા શબ્દો પણ છે. ત્યાન-એકઠી થયેલી ઘાટી થયેલી, થીજી ગયેલી. ઋદ્ધિ-શક્તિ. ગૃદ્ધિ-આસક્તિ. અર્થાત્ એકઠી થયેલી આત્મ