________________
૧૫૪
જૈન દર્શનને કર્મવાદ પંચેન્દ્રિય છતાં પણ જેઓ જન્માંધ અથવા પાછળથી આંધળા અને બહેરા થયેલા છે, એવાઓને પણ ચક્ષુ વિગેરે ઇન્દ્રિયની લબ્ધિ અને ઉપગનું આવરણ સમજવું. આ પ્રમાણે અંધાપણું–બહેરાપણુ–ગંગાપણુ-હીન વિચારશકિત -જડતા-મૂર્ખતા વગેરે જ્ઞાનાવરણીય અને દર્શનારણીય કર્મનું જ ફળ છે. ટૂંકમાં દ્રવ્યેન્દ્રિયને અભાવ અને ભાવ ઈન્ડિયાનું હનન કરનારી ચીજ, એજ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ સમજવું.
આંખે પાટો બાંધવાથી કાંઈ પણ - જોઈ જાણી ના શકાય, તેમ જ્ઞાનાવરણીય કર્મ આત્માની જાણવાની શક્તિને રેકે છે. અને દ્વારપાળે રેકેલ માણસ જેમ રાજાદિનું દર્શન જ કરી શકે નહિં, તેમ દર્શનાવરણીયકર્મ તે દર્શન થતું રોકે છે.
વેદનીય કમ :
જે સુખાદિ સ્વરૂપે વેદાય—અનુભવાય તે વેદનીય. જે કે બધાં કર્મ વેદાય છે, તે પણ વેદનીયશબ્દ તે પંકજાદિ શબ્દની પેઠે રૂઢિને વિષય હોવાથી શાતા અને અશાતારૂપ કર્મ જ વેદનીય કહેવાય છે. બીજાં કર્મ વેદનીય કહેવાતાં નથી. વેદનીય કર્મની ઉત્તર પ્રકૃતિમાં બે છે. (૧) શાતા વેદનીય અને (૨) અશાતા વેદનીય. જે કર્મના ઉદયથી પ્રાણિને અનુકૂળ વિષયની પ્રાપ્તિથી સુખને અનુભવ થાય છે, તેને શાતવેદનય કહેવાય છે. જે કર્મના ઉદયથી