________________
જૈન દર્શનને કર્મવાદ વિજ્ઞાનને વિકસાવવા વૈજ્ઞાનિકે જેશભર પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આ વિષયોની સ્પષ્ટતામાં જૈન દર્શનની દષ્ટિએ વિજ્ઞાનક્ષેત્રમાં હજુ ઘણી જ અપૂર્ણતા છે. છતાં પણ વિજ્ઞાને સ્વીકારેલ પરમાણુ વિગેરેની સૂક્ષ્મતા પર દષ્ટિપાત કરતાં, જૈન શાસ્ત્રમાં કહેલ પરમાણુ, પુદ્ગલ વર્ગણાઓ, ઔધે અને સ્કંધ નિર્માણની અત્યંત સૂક્ષ્મતમતા અંગે જૈન દર્શનકારેની સર્વજ્ઞતા પર દ્રઢ. વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને પદાર્થ વિજ્ઞાનની પૂર્ણતાને સાચે ખ્યાલ જૈન શાસ્ત્રોમાંથી જ પ્રાપ્ત થઈ શકે છે, એમ નિષ્પક્ષપાતપણે સ્વીકારવું પડે છે. વિજ્ઞાન એસેસ્કૃતિના અભ્યાસ મારફત અન્વેષણ. આ અભ્યાસ પ્રવેગાત્મક: હાય, અને એ અભ્યાસ વધતું જાય તેમ તેના જ્ઞાનમાં વધારે થતું જાય.
વિજ્ઞાનથી પ્રગસિદ્ધ એટલું જ સત્ય, એમ કેટલાકે કહે છે. પરંતુ પ્રગશાળાઓની મર્યાદાઓ બહાર પણ. સત્ય હોઈ શકે છે. ટૂંકમાં પ્રગસિદ્ધથી અન્ય અસત્ય છે, એમ કહેવું એ બરાબર નથી. જે વસ્તુ પિતાનીથી જાણી. ન શકાય, એ બધી જુઠી જ, એવું વલણ અગ્ય જ છે. કારણ કે વિજ્ઞાન પરિવર્તનશીલ છે, જ્યારે સર્વજ્ઞ સિદ્ધાન્ત સર્વાગી અને સનાતન અપરિવર્તનશીલ છે. પદાર્થના સ્વરૂપને જાણવા સમજવામાં વૈજ્ઞાનિક આવિષ્કારોનેજ સર્વ સ્વ માનનારાઓએ સમજવું જોઈએ કે, જેને તેઓ આવિકાર કહે છે, તે આવિષ્કાર નહિ, પણ અત્યાર સુધીની વર્તમાન વિજ્ઞાનની અલ્પજ્ઞતા અને અનભિજ્ઞતાનીજ સાબીતી છે..