________________
-
-
-
- -
-
તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્વની સમજ
૧૨૫ કેવી રીતે તૈયાર થાય છે, તેને સંગથી આત્માની દશા કેવી બને છે, સૃષ્ટિ રચનામાં પુદ્ગલને ઉપયોગ કેવી રીતે થતું રહે છે, તે બધું સમજવા માટે બ્રહ્માંડમાં રહેલ પુગલવગણનું સ્વરૂપ આપણે વિચાર્યું. અને તે સ્વરૂપની તથા તે સ્વરૂપના પ્રણેતા સર્વજ્ઞ હેવાની સત્યતા સિદ્ધ કરવા માટે પ્રસંગેપાત વૈજ્ઞાનિક આદિ અન્ય હકીકતે પણ વિચારી. આમાં નથી કોઈને પ્રત્યે દ્વેષભાવ, નથી કંઈ ઝઘડવાનેભાવ. માત્ર ભાવ છે વસ્તુનિરૂપણું અને સત્યતાની તથા મૌલિક તત્વની કસેટીને.
હવે આગલા પ્રકરણમાં આત્માની સાથે થતા કાર્મણવગણાના મુદ્દગલ સંબંધ અંગે વિચારીએ.