________________
૧૨
જૈન દર્શનને કર્મવાદ અનેક વાતે આજે પણ વિજ્ઞાનની કસોટી પર કસી શકાય. છે. વૈજ્ઞાનિક સત્ય કયાં સુધી ઠીક છે, એ એક અલગ પ્રશ્ન છે. પરંતુ જૈનદર્શનકથિત શબ્દ-આણુ–અંધકારાદિ. સંબંધી અનેક માન્યતા એવી છે કે જે આજની વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિરૂદ્ધ નથી.
જેની ઉત્પત્તિ સ્વયં સિદ્ધ હેય અર્થાત્ કઈ દ્રવ્યના સંગજન્ય ન હોય, એ રીતની વ્યાખ્યા અનુસાર વિશ્વમાં મૂળ તત્ત્વોની સંખ્યા પ્રથમ ૨૨ કે ૨૩ની સ્વીકારી, અંતે ૯૩ સુધી સિદ્ધ કરનાર વિજ્ઞાન આજે કહેવા લાગ્યું છે કે, પરમાણુની વધઘટથી જ જુદાં જુદાં તે મૂળતત્વે બને છે. અને આણુના ઘટક ઈલેકટ્રોન્સની જુદી જુદી સંખ્યાના કારણે જ અણુમાં વિવિધતા આવે છે.
જૈન દર્શનની માન્યતા તે સદાને માટે એ જ હતી. અને છે કે, દ્રશ્ય જગતની અનેકવિધ વિવિધતામાં પૃથફ પૃથક સંખ્યા પ્રમાણ પરિણામ પામેલા પુદગલ પરમાણુઓનું જ કાર્ય છે. પૂર્વે કહેલ ઔદારિકાદિ વિવિધ સંજ્ઞાવાળી પુદ્ગલ વર્ગણાનું કારણ, એના ઘટક પરમાણુઓની જુદી જુદી સંખ્યાના હિસાબે જ છે. તે સર્વેના મૂળમાં માત્ર એક પુદ્ગલદ્રવ્ય જ છે. તેમાં બતાવેલ સંખ્યા પ્રમાણ પરમાણુઓમાંથી એક પણ પરમાણુની હાનિ વૃદ્ધિએ, તે તે વર્ગણુઓની સંજ્ઞા બદલી જાય છે.
આધુનિક વિજ્ઞાને સ્વીકારેલ, પારાના અણુમાંથી એકની ન્યુનતાએ સુવર્ણ અણુ બની જવાની હકીકત, જૈન દર્શન તે પહેલેથી જ કહેતું આવ્યું છે. આ રીતે જૈન દર્શનકથિત પુદ્ગલદ્રવ્યની કેટલીક હકીકતે જે અન્ય